Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પંડ્યાની આ 5 કારણે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પદેથી છૂટ્ટી થશે

પંડ્યાની આ 5 કારણે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પદેથી છૂટ્ટી થશે

Khabarchhe 1 week ago

હાર્દિક પંડ્યાને લઇને મુંબઈ ઈન્ડિયન્સ મોટો નિર્ણય લતે તેની પાસેથીકેપ્ટનશીપ છીનવી શકે છે. આ દાવો ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલા ત્રણ વ્યક્તિઓએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને માહિતી આપી હતી કે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ છીનવાઇ શકે છે. એટલું જ નહીં, અહેવાલમાં જણાવાયું છે કે મુંબઈ ઈન્ડિયન્સનો આગામી કેપ્ટન કોણ હશે તે અંગે ફ્રેન્ચાઇઝીમાં હાલમાં આંતરિક ચર્ચા ચાલી રહી છે.

હવે, પ્રશ્ન એ છે કે હાર્દિકની કેપ્ટનશીપથી છીનવાવાની અટકળો કેમ વધી રહી છે? શું હાર્દિક પંડ્યાને ફક્ત એટલા માટે કેપ્ટનશીપમાંથી દૂર કરવામાં આવશે કારણ કે મુંબઈ ઈન્ડિયન્સ IPL 2026 ટૂર્નામેન્ટમાં 10 ટીમોમાંથી 9મા સ્થાને રહી, કે પછી અન્ય કારણ કંઇક બીજું છે?

એવા 5 કારણો, જે હાર્દિકની કેપ્ટન્સી માટે હાનિકારક છે!

ચાલો એક પછી એકબધા એ બધા કારણો પર નજર નાખીએ, જેને કારણે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનશીપમાંથી દૂર કરી શકાય છે. આ કારણો ટીમના નબળા પ્રદર્શન ઉપરાંત પોતાના વ્યક્તિગત પ્રદર્શન અને તેના સાથી ખેલાડીઓ સાથેના વર્તન જેવા મુદ્દાઓ સાથે સંબંધિત દેખાય છે.

મુંબઈ ઈન્ડિયન્સનું ખરાબ પ્રદર્શન

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ, મુંબઈ ઈન્ડિયન્સે IPL 2026માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. IPL ઇતિહાસમાં સૌથી સફળ ટીમની હાલત એવી હતી કે તે ગ્રુપ સ્ટેજ દરમિયાન રમાયેલી 14 મેચોમાંથી 10 મેચ હારી ગઇ. તે 10 હારમાંથીમુંબઈ ઈન્ડિયન્સે હાર્દિકના નેતૃત્વમાં 8 મેચ ગુમાવી. ઈજાને કારણે, હાર્દિક IPL 2026 સીઝન દરમિયાન 4 મેચમાં ભાગ લઈ શક્યો નહોતો. IPL 2026ની શરૂઆત પહેલાં, મુંબઈ ઈન્ડિયન્સને ટાઇટલ માટે મજબૂત દાવેદાર માનવામાં આવતી હતી; જોકે, ટીમે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને રહીને તેનું અભિયાન સમાપ્ત કર્યું.

 BCCI

હાર્દિક પંડ્યાનું પોતાનું નબળું પ્રદર્શન

હાર્દિક પંડ્યા માટે મુશ્કેલી ત્યારે વધી ગઇ, જ્યારે ટીમના ખરાબ પ્રદર્શન સાથે-સાથે તેનીબેટિંગ અને બોલિંગનો ગ્રાફ પણ ઘટી ગયો. ઓલરાઉન્ડર તરીકે, હાર્દિક પંડ્યા IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સ માટે તે પ્રકારની છાપ ન છોડી શક્યો, જેની તેની પાસેથી અપેક્ષા રાખવામાં આવી હતી. IPL 2026 દરમિયાન 10 મેચોમાંહાર્દિક પંડ્યાએ 22.88ની સરેરાશ અને 138.25ના સ્ટ્રાઇક રેટથી 206 રન બનાવ્યા હતો. તો, બોલિંગમાં, તે આ 10 મેચોમાં 64.75ની સરેરાશથી ફક્ત 4 વિકેટ લેવામાં સફળ રહ્યો.

ટીમના ખેલાડીઓ પંડ્યાથી ખુશ નથી: અહેવાલો

IPL 2026 સીઝન દરમિયાનએક અહેવાલ સામે આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુંબઈ ઇન્ડિયન્સના ઘણા ખેલાડીઓ જેમાં મોટાભાગના ટીમના સીનિયર ખેલાડી હતા હાર્દિક પંડ્યાથી નાખુશ હતા. જોકે ફ્રેન્ચાઇઝીએ આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ આગ વિના ધુમાડો ભાગ્યે જ નીકળે છે.એવામાં, આ એક મહત્ત્વપૂર્ણ પરિહોત થઈ શકે છે, જેને કારણે ફ્રેન્ચાઇઝી હાર્દિકને કેપ્ટનશીપથી દૂર કરવાનો નિર્ણય લઇ શકે છે.

 BCCI

અનફિટ પંડ્યા

હાર્દિક પંડ્યા માટે ફિટનેસ પણ એક મોટી ચિંતાનો વિષય છે. IPL 2026 દરમિયાન, તે પીઠની ઇજાને કારણે 4 મેચ માટે બહાર રહ્યો હતો. જ્યારે કોઈ ટીમનો કેપ્ટન જ સંપૂર્ણપણે ફિટ ન હોય, ત્યારે ટીમનું સંતુલન બગડે જ છે. IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સ સાથે આવું જ જોવા મળ્યું હતું.

ફ્રેન્ચાઇઝનો પંડ્યા પરનો વિશ્વાસ ઓછો થઈ ગયો

તેમાં કોઈ શંકા નથી કે હાર્દિક પંડ્યા એક શાનદાર ઓલરાઉન્ડર છે. જો કે, IPLની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી માટે કેપ્ટન અને ખેલાડીની બેવડી ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરતા જે રીતે તેનું પ્રદર્શન ડગમગ્યું તેનાથી ફ્રેન્ચાઇઝીએ તેના પર મૂકેલા વિશ્વાસને ઓછો કરવાનું કામ કર્યું છે.

IPL 2026 પછી હાર્દિક પંડ્યાએ ક્યાં ફરવા ગયો?

હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશીપમાંથી દૂર કર્યા પછી, ફ્રેન્ચાઇઝી સાથે બન્યા રહેવા અંગે પણ પ્રશ્નો ઉભા થઈ શકે છે. આ પરિસ્થિતિને જોતાતે આગામી સીઝનમાં જો કોઈ અલગ ફ્રેન્ચાઇઝી માટે રમતો જોવા મળે તો કોઈ નવાઈ નહીં. હાલમાં, હાર્દિક પંડ્યા IPL 2026માં મળેલી હારની નિરાશાને દૂર કરવા માટે તેની ગર્લફ્રેન્ડ સાથે ફરવા નીકળ્યો છે. તે અને તેની ગર્લફ્રેન્ડમહિકા શર્માફ્રાન્સ ફરવા ગયા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati