Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'પતિ હોટલમાં બીજી મહિલા સાથે રોકાયો...', પત્નીએ પૂછ્યું તો ગોપનીયતાના ઉલ્લંઘનના નામે કોર્ટ પહોંચી ગયો પતિ

'પતિ હોટલમાં બીજી મહિલા સાથે રોકાયો...', પત્નીએ પૂછ્યું તો ગોપનીયતાના ઉલ્લંઘનના નામે કોર્ટ પહોંચી ગયો પતિ

Khabarchhe 3 months ago

સુપ્રીમ કોર્ટે પતિ-પત્નીના સંબંધો, લગ્નેત્તર સંબંધો અને ગોપનીયતાના અધિકાર અને તેના ઉલ્લંઘન અંગે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. એક મહિલાએ તેના પતિને બીજી મહિલા સાથે રોકાવા અંગે પ્રશ્ન કર્યો, ત્યારે પતિએ ગોપનીયતાના ઉલ્લંઘનને લઇને સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો.. બંને પક્ષોને સાંભળ્યા પછી, સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચૂકાદો આપ્યો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશવાસીઓને બંધારણની કલમ 21 હેઠળ ગોપનીયતાનો અધિકાર છે, પરંતુ આ અધિકારનો દુરુપયોગ નહીં કરી શકાય.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે પતિ કે પત્ની ગોપનીયતાના અધિકારનો ઉપયોગ તેમના જીવનસાથી પાસેથી મોબાઇલ કોલ રેકોર્ડ અને હોટેલ રોકાણની વિગતો છુપાવવાનો આધાર નહીં બનાવી શકાય, ખાસ કરીને ત્યારે જ્યારે આ બાબતમાં વ્યભિચાર સાબિત કરવાનો સમાવેશ થાય છે. પત્નીની તરફેણમાં ચૂકાદો આપતા, કોર્ટે પતિની અરજીને ફગાવી દીધી કે, જેમાં તેણે દલીલ કરી હતી કે તેની પત્ની સાથે ખાનગી માહિતી શેર કરવી અથવા તેને સાર્વજનિક કરવી એ તેના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે.

 x.com/i/grok

ન્યાયાધીશ મનમોહન અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે દિલ્હી હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગોપનીયતાના અધિકાર પર ભલાઇને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો લાદી શકાય છે. દિલ્હી હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો, જેમાં પતિને તેની પત્નીને તેના હોટલમાં રોકાવા અને કોલ રેકોર્ડની વિગતો પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. પતિએ હાઈકોર્ટના આ નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

 x.com/i/grok

આ દંપતીએ 1998માં લગ્ન કર્યા હતા અને 2000માં તેમને એક પુત્રીનો જન્મ થયો હતો. થોડા સમય પછી, પત્નીને તેના પતિના બીજી મહિલા સાથેના સંબંધોની જાણ થઈ; પતિ આ બીજી મહિલા સાથેજયપુરની એક હોટલમાં રોકાયો હતો. વિશ્વાસઘાતની જાણ થતાપત્નીએ વ્યભિચારના આધારે છૂટાછેડા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. પોતાના આરોપોને સાબિત કરવા સમર્થન આપવા માટેતેણે તેના પતિના ફોન કોલ રેકોર્ડ અને તેના હોટલ રોકાણની વિગતો રજૂ કરવાની માંગ કરી. પરંતુ, પતિએ આ માંગણીને તેની ગોપનીયતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati