menu
Start Slideshow
Khabarchheસાયન્સ, ઓટો & ટેક

Realmeનો Narzo 10 અને Narzo 10A સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત

11 May 2020, 6:40 pm

ચીનની કંપની Realmeએ ભારતીય બજારમાં પોતાના Narzo 10 સીરિઝને લોન્ચ કરી દીધો છે. સીરિઝમાં બે મોડલ Narzo 10 અને Narzo 10A સામેલ છે. Narzo 10 રિયલમી 6આઈનું રિબ્રાન્ડેડ વર્ઝન છે, જેને માર્ચમાં મ્યાનમારમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. જ્યારે Narzo 10Aને રિયલમીને સી3 થાઈલેન્ડ મોડલનું રીબ્રાન્ડેડ વર્ઝન કહેવામાં આવી રહ્યું છે. આ સીરિઝને પહેલા માર્ટ મહિનામાં લોન્ચ કરવાની હતી પણ લોકડાઉનને કારણે તારીખને આદળ વધારવી પડી. Narzo 10 અને Narzo 10A આ બંને સ્માર્ટફોનમાં મીડિયા ટેક હીલિયો પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. Narzo 10નું વેચાણ 18 મેના રોજથી અને Narzo 10Aનું વેચાણ 22 મેથી શરૂ થશે.

Loading...

No Internet connection

Link Copied