menu
Khabarchheગુજરાત

શિક્ષકનું કોરોનાથી મોત થયું, LICએ અડધા કલાકમાં જ 13.60 લાખનો ક્લેઇમ પાસ કરી દીધો

20 May 2020, 10:21 pm

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે લોકોના ઘરે-ઘરે જઈને સરવેની કામગીરી કરતા શિક્ષકો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ, હોસ્પિટલમાં દર્દીની સારવાર કરતા ડૉક્ટર અને નર્સ, રસ્તા પર ખડેપગે રહીને લોકોને લોકડાઉનનું પાલન કરાવતા પોલીસકર્મીઓને પણ હવે કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં સરવેની કામગીરી સંભાળતા શિક્ષકને કોરોનાનો ચેપ લગતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. શિક્ષકનું હોસ્પિટલમ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બાબતે LICના જવાબદાર અધિકારીઓને જાણ થતા તેઓએ શિક્ષકનો ક્લેમ અડધી કલાક પાસ કરીને શિક્ષકના પરિવારજનોને કોરોનાની મહામારી વચ્ચે આંશિક રાહત આપી હતી.

Loading...

No Internet connection

Link Copied