શિવાનંદ ઝાએ કહ્યું- ટુ વ્હીલર પર એકથી વધુ અને ફોર વ્હીલરમાં...
25 April 2020, 6:45 pm
રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા મંત્ર - 'ઘરે રહો, સુરક્ષિત રહો અને સ્વસ્થ રહો તેમજ જવાબદાર બનો અને જવાબદાર બનાવો'ને સાર્થક કરવા માટે રાજ્ય પોલીસ વિભાગ દ્વારા લોકડાઉનનું શક્ય તેટલું ચુસ્ત પાલન કરાવવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
શિવાનંદ ઝાએ ઉમેર્યું કે, દુકાનો ખોલવાની મળેલી છૂટછાટ શરતોને આધીન છે, જો ચારથી વધુ વ્યક્તિ એકત્ર થશે અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાયું હોય, તો કડક કાર્યવાહી કરાશે જ. જેથી આવશ્યક ચીજવસ્તુઓની ખરીદીમાં ભીડ ન થાય અને નાગરિકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તેમજ મોંઢા પર માસ્ક અને શક્ય હોય તો હાથમાં ગ્લોવ્ઝ પણ પહેરે, એ અતિ આવશ્યક છે.
Loading...