menu
Start Slideshow
Khabarchheનેશનલ

શ્રમિકો-વિદ્યાર્થીઓ જઈ શકશે પોતાના વતન! ગૃહ મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન

29 April 2020, 6:52 pm

કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે દેશમાં ઘણા લોકો બીજી જગ્યાઓ પર ફસાઈ ગયા છે. તેમા પ્રવાસી મજૂરો, તીર્થયાત્રી, પર્યટક અને વિદ્યાર્થીઓ સામેલ છે. તેમજ ગૃહ મંત્રાલયે ફસાયેલા લોકો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના અલગ-અલગ જગ્યાઓ પર ફસાયેલા પ્રવાસી મજૂરો, પર્યટકો, વિદ્યાર્થીઓ વગેરેના આવન-જાવનની પરવાનગી આપી દીધી છે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પોતાને ત્યાં ફસાયેલા લોકોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલવા અને બીજી જગ્યાઓ પરથી પોતપોતાના નાગરિકોને લાવવા માટે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ તૈયાર કરે.

Loading...

No Internet connection

Link Copied