Dailyhunt
શ્રેષ્ઠ પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રશંસાપત્ર આપતા ગૃહ રાજ્ય મંત્રી

શ્રેષ્ઠ પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રશંસાપત્ર આપતા ગૃહ રાજ્ય મંત્રી

Khabarchhe 4 years ago

રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની સાંપ્રત પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે કરેલી કામગીરીને બિરદાવીને શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત કરીને ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સન્માન કર્યું હતું. આ વેળાએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા ઉપસ્થિત રહ્યા હતા.

કોરાના કાળમાં ગુજરાત પોલીસ દળના એક જવાબદાર અધિકારી તરીકે અને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર તરીકે રાજ્યના નાગરિકોને મહામારીમાંથી બચાવવા માટે સરાહનીય કામગીરી કરનાર નવ જેટલા અધિકારી-કર્મચારીઓનું સન્માન કરાયું હતું.

1 એ. પી. ચૌહાણમદદનીશ પોલીસ કમિશનર, ટ્રાફિક શાખા, સુરત

ર કે.

ડી. જાડેજાપી.આઇ., શાહીબાગ પોલીસ સ્ટેશન, અમદાવાદ

3 એસ. જે. દેસાઇપી. એસ. આઇ., ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર

4 કે. એચ. રોયલાપી.એસ.આઇ., હરણી પોલીસ સ્ટેશન, વડોદરા

5 એ. બી. મિશ્રાપી.એસ.આઇ., વારસીયા પોલીસ સ્ટેશન, વડોદરા

6 યોગેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજાપોલીસ હેડ કોન્સ્ટેબલ, ડી.સી. પોલીસ સ્ટેશન, રાજકોટ

7 મહેન્દ્રભાઈ ભીખાભાઈપોલીસ હેડ કોન્સ્ટેબલ, એલ.સી.બી., પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

8 વિક્રમભાઈ પરબતભાઈ ડાંગરપોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડ કવાર્ટર, રાજકોટ

9પૂજા રાજપૂતમહિલા લોકરક્ષક, કંટ્રોલરૂમ, સુરત શહેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Khabarchhe Gujarati