TATનું પરિણામ તાત્કાલિક જાહેર કરવા વિદ્યાર્થીઓએ કરી માંગ
ગુજરાતમાં ગત જાન્યુઆરી મહિનામાં લેવાયેલી TATની પરીક્ષાનું પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આચારસંહિતાના કારણે પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ હવે આ પરિણામ તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ રજૂઆત કરી છે. મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ રાજ્યની પરીક્ષા બોર્ડની કચેરી પર પહોંચ્યા હતા અને ચૂંટણી પંચને પત્ર લખીને TATનું પરિણામ તાત્કાલિક જાહેર કરવામા આવે તેવી માગ કરી હતી. વિદ્યાર્થીઓની રજૂઆતના પગલે તેમને 9 તારીખ બાદ પરિણામ જાહેર કરવા અંગે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 27 જાન્યુઆરીના રોજ પરીક્ષા લેવામાં આવી હતી, એ પછી અમે ઘણીવાર પરિણામ અંગે પૂછ્યું ત્યારે એ લોકોએ આચારસંહિતાનું બહાનું કાઢ્યું.
Loading...