કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે કૃષિ ભવનમાં નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઇસી) દ્વારા વિકસાવવામાં આવેલી એક મોબાઇલ એપ્લિકેશન લોંચ કરી હતી, જે ખેડૂતોને અનુકૂળ છે. આ એપ ખેડૂતો અને વેપારીઓને કૃષિ અને બાગાયતી ઉત્પાદનોની હેરફેર કરવા માટે પ્રાથમિક અને દ્વિતીયક પરિવહન માટે જરૂરી વાહન શોધવામાં મદદરૂપ થશે. જ્યારે પ્રાથમિક પરિવહનમાં ખેતરથી મંડી, એફપીઓ કલેક્શન સેન્ટર અને વેરહાઉસ વગેરે સુધીની હેરફેર સામેલ હશે, ત્યારે દ્વિતીયક પરિવહનમાં રાજ્યોમાં મંડીઓ વચ્ચે અને એક રાજ્યથી બીજા રાજ્યમાં મંડીઓ વચ્ચે, પ્રોસેસિંગ યુનિટ સુધી, રેલવે સ્ટેશન સુધી, વેરહાઉસ અને હોલસેલર્સ વગેરે સુધીની અવરજવર સામેલ હશે.
No Internet connection |