KhabarPatri
KhabarPatri

અલ્ટ્રા મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટે સુપ્રસિદ્ધ ગુજરાતી સુપરસ્ટાર સ્વ. શ્રી નરેશ કનોડિયાના સુપરહીટ ગીત 'સાજન તારા સંભારણા'ને અનોખા મ્યુઝિક વિડિયોમાં રીલિઝ કરીને શ્રદ્ધાંજલી પાઠવી

અલ્ટ્રા મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટે સુપ્રસિદ્ધ ગુજરાતી સુપરસ્ટાર સ્વ. શ્રી નરેશ કનોડિયાના સુપરહીટ ગીત 'સાજન તારા સંભારણા'ને અનોખા મ્યુઝિક વિડિયોમાં રીલિઝ કરીને શ્રદ્ધાંજલી પાઠવી
  • 715d
  • 2 shares

ડિસેમ્બર, 2020 - વર્ષ 2020ના આ નવા સુપરહીટ ગુજરાતી ગીતને હરેશભાઇ પટેલે પ્રોડ્યુસ અને ડાયરેક્ટ કર્યું છે અને જાણીતા ગાયકો હિમાંશુ બારોટ અને નયના શર્માએ તેને સ્વર આપ્યો છે. જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર મૌલિક મહેતાએ તેને કમ્પોઝ કર્યું છે. આ ગીત શ્રી નરેશ કનોડિયાની વર્ષ 1985ની સુપરહીટ ફિલ્મ 'સાજન તારા સંભારણા'ના ટાઇટલ સોંગના જાદૂને ફરીથી પેદા કરે છે. આ ફિલ્મનું ડાયરેક્શન અનુભવી શ્રી ગોવિંદ પટેલે કર્યું હતું, જેમાં નરેશ કનોડિયા, સ્નેહલતા ગડકરી અને અરવિંદ રાઠોડ મુખ્ય ભૂમિકામાં હતાં. મૂળ ગીતનું મ્યુઝિક નરેશ કનોડિયાએ પોતે કમ્પોઝ કર્યું હતું, જેઓ તેમના ભાઇ મહેશ કનોડિયાની માફક જ ઉત્તમ સંગીતકાર હતાં.

આ નવા વિડિયોમાં પ્રખ્યાત ગુજરાતી રેપર અને લોકગાયક અરવિંદ વેગડા પણ જોવા મળશે, જેઓ કલાકારોની સાથે રેપનો થોડો હિસ્સો ગાઇ રહ્યાં છે, જેનાથી ગીત સમકાલીન બને છે અને આજના યુવાનો અને દર્શકો સાથે વધુ સુસંગત બને છે.

No Internet connection

Link Copied