બોલિવૂડના ઘણાં કલાકારો કોરોના વાયરસ સંક્રમિત થઈ ચૂક્યા છે ત્યારે ગુજરાતી સિનેમાના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ તેઓને વધુ સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના ફેન્સ ચોંકી ગયા છે અને નરેશ કનોડિયા જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
