Wednesday, 23 Dec, 3.20 pm KhabarPatri

હોમ પેજ
અલ્ટ્રા મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટે સુપ્રસિદ્ધ ગુજરાતી સુપરસ્ટાર સ્વ. શ્રી નરેશ કનોડિયાના સુપરહીટ ગીત 'સાજન તારા સંભારણા'ને અનોખા મ્યુઝિક વિડિયોમાં રીલિઝ કરીને શ્રદ્ધાંજલી પાઠવી

ડિસેમ્બર, 2020 - વર્ષ 2020ના આ નવા સુપરહીટ ગુજરાતી ગીતને હરેશભાઇ પટેલે પ્રોડ્યુસ અને ડાયરેક્ટ કર્યું છે અને જાણીતા ગાયકો હિમાંશુ બારોટ અને નયના શર્માએ તેને સ્વર આપ્યો છે. જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર મૌલિક મહેતાએ તેને કમ્પોઝ કર્યું છે. આ ગીત શ્રી નરેશ કનોડિયાની વર્ષ 1985ની સુપરહીટ ફિલ્મ 'સાજન તારા સંભારણા'ના ટાઇટલ સોંગના જાદૂને ફરીથી પેદા કરે છે. આ ફિલ્મનું ડાયરેક્શન અનુભવી શ્રી ગોવિંદ પટેલે કર્યું હતું, જેમાં નરેશ કનોડિયા, સ્નેહલતા ગડકરી અને અરવિંદ રાઠોડ મુખ્ય ભૂમિકામાં હતાં. મૂળ ગીતનું મ્યુઝિક નરેશ કનોડિયાએ પોતે કમ્પોઝ કર્યું હતું, જેઓ તેમના ભાઇ મહેશ કનોડિયાની માફક જ ઉત્તમ સંગીતકાર હતાં.

આ નવા વિડિયોમાં પ્રખ્યાત ગુજરાતી રેપર અને લોકગાયક અરવિંદ વેગડા પણ જોવા મળશે, જેઓ કલાકારોની સાથે રેપનો થોડો હિસ્સો ગાઇ રહ્યાં છે, જેનાથી ગીત સમકાલીન બને છે અને આજના યુવાનો અને દર્શકો સાથે વધુ સુસંગત બને છે. ગુજરાતી સિનેમાના મનમોહન દેસાઇ તરીકે જાણીતા ગોવિંદ પટેલ અને નરેશ કનોડિયાની જોડીએ વર્ષ 1980થી 1990 દરમિયાન નોન-સ્ટોપ હીટ્સ આપ્યાં હતાં. મહત્વપૂર્ણ છે કે ગોવિંદ પટેલના પુત્ર હરેશભાઇ પટેલ આ 2020 મ્યુઝિક વિડિયોના પ્રોડ્યુસર છે.

ખૂબજ લોકપ્રિય ગુજરાતી અભિનેતા અને રાજકારણી હિતુ કનોડિયાએ બાળ કલાકાર તરીકે તેમની ફિલ્મી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને તેમણે આજની તારીખમાં 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ ઉપરાંત લોકપ્રિય અભિનેત્રી મમતા સોનીએ પણ ઘણી ગુજરાતી ફિલ્મો અને ટીવી સીરિયલમાં અભિનય કર્યો છે.
આ નવો મ્યુઝિક વિડિયો જૂના ગીતના મૂળ સાર અને કરિશ્માને જાળવી રાખવા સાથે તેને સમકાલીન લૂક પ્રદાન કરે છે તેમજ નવા ડાન્સ સ્ટેપ્સ અને મ્યુઝિક કોમ્પોઝિશન ધરાવે છે. તેના કલાકારો મૂલ ગીતને સ્ટેપ-બાય-સ્ટેપ અનુસરવાની સાથે-સાથે ગીતમાં પોતાનો વિશિષ્ટ ટચ પણ આપે છે, જેનાથી તે આજના યુવાનો સાથે વધુ સુસંગત બની જાય છે. રાહુલ મંજૂરિયાએ મ્યુઝિક પ્રોગ્રામિંગ કર્યુ છે તથા અમદાવાદમાં એમ3 સ્ટુડિયો ખાતે જય મહેતાએ સોંગ મિક્સ અને રેકોર્ડ કર્યું છે.

આ નવો વિડિયો અલ્ટ્રા ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર ઉપલબ્ધ બનશે, જેના 1.1 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. અલ્ટ્રાના યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ પ્લેટફોર્મ ઉપર 50 મિલિયન (5 કરોડ)થી વધુ સબસ્ક્રાઇબર્સ અને ફોલોવર્સને આકર્ષ્યાં છે

અલ્ટ્રા ઇન્ડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ ગ્રૂપના સીઇઓ સુશીલકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, 'અમે નરેશ કનોડિયાજી અને ગોવિંદ પટેલજી જેવાં મહાન કલાકારોના ભૂતકાળના કામો અને જાદૂને વર્તમાન પેઢીને અનુરૂપ રિક્રિએટ કરવા માટે ભાગીદારી કરતાં અત્યંત ખુશી અનુભવીએ છીએ. નરેશજીએ ઘણાં સુપરહીટ ગુજરાતી ગીતોને અમર બનાવ્યાં છે અને અલ્ટ્રા કેટલાંક હીટ ગીતોને રિક્રિએટ કરશે. અમને વિશ્વાસ છે કે સાજન તારા સંભારણા 2020 આ ડિસેમ્બર અને નવા વર્ષમાં લોકો વચ્ચે લોકપ્રિય બનશે. અલ્ટ્રા મ્યુઝિક ક્ષેત્રે ફરીથી હલચલ મચાવી રહ્યું છે અને અમે ગુજરાતી, મરાઠી, હિન્દી, પંજાબી અને બંગાળી ભાષાઓમાં નવા કોન્સેપ્ટ રજૂ કરીશું.'
આ અંગે હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, 'ઓરિજનલ સોંગનો જાદૂ અજોડ છે અને તેની તુલના કરી શકાય નહીં કારણકે મારા પિતાએ પોતાની વિશિષ્ટ શૈલીથી તેને સર્વોત્તમ બનાવ્યાં છે. મને વિશ્વાસ છે કે ઓરિજનલ સોંગની માફક આ નવું સોંગ પણ હીટ થશે કારણકે જૂના ગુજરાતી ગીતો આપણી સંસ્કૃતિના રત્ન છે અને તેને નવી પેઢી સુધી પહોંચાડવા જરૂરી છે.'

Related

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: KhabarPatri
Top