અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામની કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીએ મુલાકાત લીધી હતી. રેલવે મંત્રીશ્રીએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણાધીન મા ઉમિયાના 504 ફૂટ ઊંચા મંદિરના રાફ્ટ અને ગર્ભગૃહના બેઝની મુલાકાત લઈ ઝીટણવટ ભર્યું નિરિક્ષણ કર્યું હતું. આ સાથે જ જગત જનની મા ઉમિયાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ પ્રસંગે તેમણે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાની 'Youth Empowerment' પહેલ હેઠળ વેપાર-રોજગારને સશક્ત બનાવવા માટે શરૂ કરાયેલા VIBOS ઉપક્રમને પોતાની શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર. પી. પટેલે વિશ્વના સૌથી ઊંચા (504 ફૂટ) નિર્માણાધીન શિવ અને શક્તિ એટલે કે જગતજનની મા ઉમિયાના મંદિર વિશે તેમજ સંસ્થા દ્વારા ચાલી રહેલા વિવિધ વ્યાપાર પ્રકલ્પો જેવા કે VIBES અને VBN અંગે વિસ્તૃત માહિતી અશ્વિનિ વૈષ્ણવજીને આપી હતી અને નિર્માણાધીન મા ઉમિયાના મંદિરની કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત કરાવી હતી.
આ વિશેષ અવસરે સંસ્થાના ટ્રસ્ટીગણ, દાતાશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો-કાર્યકરો અને VIBOSની ટીમ દ્વારા માનનીય અશ્વિની વૈષ્ણવજીનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીએ વિશ્વ ઉમિયાધામના ટ્રસ્ટીઓ સાથે શુભેચ્છા બેઠક કરી હતી.
