KhabarPatri

63k Followers

અંબાજી હોય કે સોમનાથ- દ્વારકા હવે તમે પ્રસાદ સીધો ઘરે મંગાવી સીધા દેવસ્થાન જોડે જોડાઇ શકશો

19 Oct 2020.11:45 AM

તથાસ્તુ લાઇવ સ્ટાર્ટઅપના પ્લેટફોર્મ મા અંબાજીના ધામના હોય કે, સોમનાથ હોય કે દ્વારકા કે ચારધામ, મથુરા અને અયોધ્યા જેવા પ્રજાના આસ્થાના કેન્દ્રોને ભકતો સાથે સીધા જોડશે.

આ નવરાત્રીમાં તાથસ્તુલાઇવ.કોમ માતાજી ના સ્થાનકોનો દેવસ્થાનોનો પ્રસાદ ઘરે બેઠા આપે છે , જો કોરોનાને પગલે તહેવારના સમયમાં તમારા મંદિરો અને માનીતા દેવ-દેવીઓ સાથે જોડાવાની તમારી મનોકામના અધુરી રહી હોય તો, અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ તથાસ્તુ લાઇવ તમારા માટે દૈવી બચાવમાં આવ્યો છે. તથાસ્તુલાઇવ ડોટ કોમ , એક સ્પિરીટચ્યુઅલ ટેક એક્રેગેટર તરીકે ગુજરાત અને દેશના અગ્રણી મંદિરોથી પ્રસાદ તમારા દ્વારે પહોંચાડે છે. જીગ્નેશ વસાવડા અને નિશિથ વસાવડા દ્વારા શરૂ કરાયેલા, અને તથાસ્તુલાઇવ ડોટ કોમ, શરૂઆતમાં પ્રસાદ વિતરણ કરવાનું વિચારે છે, ત્યાર બાદ દાન પેટીની ઓફર કરવા જઇ રહ્યુ છે જ્યાં રૂપિયા 11 રૂપિયા પણ મંદિરોમાં દાન કરી શકાશે, મંદિરો, જીવંત દર્શન, લાઇવ પૂજા અને હવન ઉપરાંત અન્ય આઇ.ઓ.ટી.

આધારિત સોલ્યુશન આગામી દિવસોમાં આયોજન કરાઇ રહ્યા છે.

આશરે 40 બિલીયન ડોલરના સ્પિરીચ્યુઅલ-આધ્યાત્મિક વસ્તુઓ-સેવાના બજારમાં જોડાવા માટે, તથાસ્તુલાઇવ.કોમ ચારધામ, અયોધ્યાના રામ લલ્લા, હનુમાન ગઢી, મથુરા જેવા મંદિરોથી લઇને રાજયના અંબાજી, બહુચર માતા, ઉમિયા માતા, સોમનાથ, દ્વારકાધીશ અને ઘણા જેવા મંદિરોથી પ્રસાદ પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

તથાસ્તુ લાઇવ.કોમના સ્થાપક જિજ્ઞેશ વસાવડા જણાવે છે કે, ' ભકતોને તેમની આસ્થા પુરી કરતી સેવા આપતા મંદિરોની સંખ્યા દર અઠવાડિયે વધતી જશે, કારણ કે કોરોનાને કારણે હાલમાં મંદિર આસપાસના પ્રસાદ અને પુજા સામગ્રી વેચતા સ્થાનિક વિક્રેતાઓની સ્થિતી સૌ જાણે છે.તેવા સંજોગામાં ઓનલાઇન પ્રસાદના આ પ્લેટફોર્મને સમજે છે, અને તેઓ માને છેકે આ પ્લેટફોર્મ તેમની કામાગીરીના સીમાડા ખોલી આપે છે.' 'ઇતિહાસના લાંબા સમય સુધી મંદિરો બંધ હોવાને કારણે, સૌથી મોટી અસર પ્રસાદ વિક્રેતાઓને પડી રહી છે, જેમણે મહિનાઓ સુધી કોઈ બિઝનેસ-વ્યવસાય જોયો નથી. તેથી અમે તેમની સેવાઓ બદલ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી આપી છે અને તેમને તેમની પ્રસાદના પ્રસાર- વેચાણ કરવામાં સહાય માટે અમે એક પ્લેટફોર્મ આપ્યુ છે. '

કોવિડ 19 એ ઘણા મંદિરોની આસપાસની ઇકોસિસ્ટમને ઝટકો આપ્યો હતો જેના પરિણામે હવે ઓનલાઇન જવાનું મહત્વ સમજાયુ છે અને તમામ તકેદારી સાથે પ્રસાદ પણ આપવાનું શરૂ કર્યું હતું. જો કે, એકલા ગુજરાતમાં જ લગભગ 4૨૦૦ જેટલા મંદિરો છે જેમાં જ્યોતિર્લિંગ, શક્તિપીઠો, ગણેશ મંદિરો, કુળ દેવી અને દેવતાઓનો સમાવેશ થાય છે. મોટાભાગના મંદિરો ઘરથી દૂર હોવાથી, શ્રદ્ધાળુઓ માટે તેમના નમસ્કાર કરવા અને તેમના પ્રસાદ થકી આશિર્વાદ મેળવવા મુશ્કેલ છે. વળી,કોરોનાને પગલે 9૦% મંદિરોમાં પોતાનો પ્રસાદ પણ નથી હોતો જેના કારણે ભક્તોને આસ્થાના પ્રતિકસમાન પ્રસાદ આપવો મુશ્કેલ બન્યો છે. જો કે હવે આ ઓનલાઇનમાધ્યમ સીધા પ્રસાદ તેમના ભકતોને પહોંચાડવામાં મદદરુપ થશે.

સ્થાપક નિશિથ વસાવડા કહે છે 'સ્થાનિક પ્રસાદ વિક્રેતા પાસે મંદિરમાંથી પણ સીધો પ્રસાદ આવતો હોઇ ભકતો, મંદિરના પ્રસાદ ત્યાંથી જ પ્રાપ્ત કરે છે. જ્યાં કોઈ પ્રસાદ નથી, તેઓ સ્થાનિક રૂપે મીઠાઇ ખરીદે છે અને દેવી- દેવતાઓને અર્પણ કરે છે અને પછી તેને ભક્તોને આપે છે. પ્રત્યેક પ્રસાદ પેક પ્રથમ ભગવાનને અર્પણ કરવામાં આવે છે, તેમના આશીર્વાદ માંગવામાં આવ્યા હતા અને ફક્ત તે જ પ્રસાદ-કુરીયર દ્વારા અમે ભક્તને આપીએ છીએ, પેકિંગ અને ટ્રાન્ઝિટ દરમિયાન સલામતી એ અમારી મુખ્ય ચિંતા છેજેની અમે તકીદેરી રાખીએ છીએ.'

તથાસ્તુલાઇવ.કોમ તેમના વડીલો અને કુટુંબ, મિત્રો, શિક્ષકો અને કોરોના વોરિયર્સ જેવા કે ડોકટરો, શિક્ષકો, પોલીસ, કોરોના લડવૈયાઓ અને અન્ય લોકોના યજમાન ઉપરાંત તેમના માતાપિતા અને વરિષ્ઠોને પણ પ્રસાદ ભેટ કરે તેવી અપેક્ષા સાથે યુવાનો સાથે વૃદ્ધોને તેમના માનીતા મંદિરનો પ્રસાદ પહોચાડશે .

નાના, મધ્ય અને મોટા કદના મંદિરો માટે એક જ પ્લેટફોર્મ પર એકત્રીત થવાની અને દાન, દર્શન, પૂજા, હવન અને પ્રસાદ જેવા લાભો મેળવવાની તકો.હાલમાં 30થી વધુ મંદિરોથી પ્રારંભ કરીને, તાથસ્તુલાઇવ.કોમ 100થી વધુ મંદિરો સુધી આ સેવા વિસ્તારવાનો ઇરાદો ધરાવે છે જેમાં આગામી વર્ષના પ્રારંભમાંટેકનીકલી અને ડિજિટલ હાજરી ન હોય તેવા સ્થાનિક મંદિરો માટે આ સેવા વોકલ પણ શામેલ હશે. તબક્કાવાર કોવિડ પ્રતિબંધ હળવા થવીની સાથે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશના મંદિરો પ્લેટફોર્મમાં જોડાવાનું શરૂ કરશે.

વધુ માહિતી માટે :

નામ : જિજ્ઞેશ વસાવડા

મોબાઈલ નંબર : 9825047007

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: KhabarPatri

#Hashtags