KhabarPatri

63k Followers

ઈન્ટરસોલાર ઈન્ડિયા ઍક્સ્પો 2021માં જેક્સન ગ્રુપ હેલિયા પીવી મૉડ્યુલ્સ પ્રદર્શિત કરશે

01 Dec 2021.3:55 PM

ભારતની અગ્રણી ઊર્જા કંપનીઓમાંની એક જેક્સન ગ્રુપ, ગાંધીનગર ખાતે ડિસેમ્બર 2-4, 2021 દરમિયાન યોજાનારા ઈન્ટરસોલાર ઈન્ડિયા ઍક્સપોમાં સહભાગી થશે. ઍક્સ્પોમાં જેક્સન ગ્રુપ હોલ 12, સ્ટેન્ડ એચ 021 ખાતે હેલિયા મૉડ્યુલ્સ, બૅટરી એનર્જી સ્ટોરેજ સૉલ્યુશન 'એનરપૅક', સોલાર ઈન્વર્ટર્સ અને કિટ્સ પ્રદર્શિત કરશે.

આ આયોજનમાં ગ્રુપના સહભાગ વિશે વાત કરતા જેક્સન ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર.

સમીર ગુપ્તાએ જણાવ્યું હતું કે, 'કિફાયતી અને ટેક્નૉલૉજીની દૃષ્ટિએ અદ્યતન હોય એવા ઉકેલો અમારા ગ્રાહકોને તેમની વીજ અને ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે રજૂ કરવામાં અમે હંમેશાં આગળ પડતી ભૂમિકા ભજવી છે. ભારતની 'આત્મનિર્ભર ભારત' મહત્વકાંક્ષાને આધાર આપવાના જેક્શન ગ્રુપના ધ્યેય સાથે ઍક્સ્પો ખાતે પ્રદર્શિત કરાયેલા હેલિયા મૉડ્યુલ્સ અને બૅટરી ઍનર્જી સ્ટોરેજ સૉલ્યુશન (બીઈએસએસ) સુસંગત છે, જળ-વાયુ પરિવર્તનની અસરને હળવી બનાવવા તથા 2030 સુધીમાં ભારતના રિન્યુએબલ ઊર્જા ધ્યેયોને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થવાની જેક્સન ગ્રુપની પ્રતિબદ્ધતા છે. '

  • હેલિયા સીરિઝ સ્વદેશી ધોરણે વિકસાવવામાં આવેલું A+ કેટેગરીના હાફ-કટ મોનોપીઈઆરસી સોલાર સેલ્સનો ઉપયોગ કરતું અલ્ટ્રા-મૉડર્ન, હાઈ આઉટપૂટ પીવી મૉડ્યુલ છે. તે મોનોફેસિયલ અને બાયફેસિયલ બંને શ્રેણીઓમાં ઉપલબ્ધ છે, જે 120, 132, 144 અને 156ની વચ્ચેના પ્રકારના હાફ-કટ સેલ્સ માળખા સાથે ઉપલબ્ધ છે. હેલિયા મૉડ્યુલની બાયફેસિયલ રેન્જ મૉડ્યુલની પાછળની બાજુએ પારદર્શક બૅક શીટના ઉપયોગના કારણે તેમાંથી 15% સુધીનો વધારાનો વીજ લાભ મેળવી આપે છે.

હેલિયા સીરિઝ પીવી મૉડ્યુલ મલ્ટિ-બસબાર ટેક્નૉલૉજી (એમબીબી) અને ઉચ્ચ-ગીચતા
ધરાવતા ઈન્ટરકનેક્શન્સથી સજ્જ છે, જે ઉચ્ચ તાપમાનો પર અને ઓછા-પ્રકાશ/ છાંયડાની પરિસ્થિતિઓમાં પણ વધુ સારું આઉટપૂટ આપે છે. સૌથી પડકારજનક પર્યાવરણમાં પણ પોતાના શ્રેષ્ઠતમ સ્તરે કામગીરી આપવા માટે ડિઝાઈન કરવામાં આવેલી પીવી મૉડ્યુલની હેલિયા સીરિઝ અદભુત પીઆઈડી લાક્ષણિકતાઓ ધરાવે છે અને તે 25 વર્ષની પરફૉર્મન્સ વૉરન્ટી અને 12 વર્ષની પ્રોડક્ટ વર્કમેનશિપ વૉરન્ટીને આવરી લે છે. પીવી મૉડ્યુલની હેલિયા રેન્જ ખર્ચની દૃષ્ટિએ પણ પરવડે એવી છે અને જમીન/ છાપરાની જગ્યાની જરૂરિયાતને ઘટાડી, તે સોલાર પ્લાન્ટના રોકાણ સામે મળનારા વળતરના પાસા પર સકારાત્મક અસર પાડે છે.

  • બૅટરી ઍનર્જી સ્ટોરેજ સૉલ્યુશન 'એનર પૅક' કાર્બન-મુક્ત સ્વચ્છ વીજળી પૂરી પાડે છે અને અવિરત શાંત વીજ પુરવઠાને સક્ષમ બનાવે છે, જેનાથી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. હાઈબ્રિડ ઈન્વર્ટર, લિથિયમ-આયન બૅટરીઝ તથા સમજદાર ઊર્જા સિસ્ટમથી સજ્જ આ ઉત્પાદન ગ્રિડ વીજળીનું સંયોજન, ડીજી સપ્લાય સાથે કરવાની ક્ષમતા પણ ધરાવે છે.

કૉમ્પેક્ટ અને મૉડ્યુલર ડિઝાઈન તેને હેરફેર અને ઈન્સ્ટોલેશન માટે આસાન બનાવે છે, સાથે જ ઝડપથી ચાર્જ થવાની તેની ક્ષમતા અને સિસ્ટમ દ્વારા થતો ઊર્જાનો ઓછો વપરાશ તેને વ્યવહારુ અને કિફાયતી બનાવે છે. બીઈએસએસના અવિરત વીજ પુરવઠાથી કામગીરીમાં કોઈપણ પ્રકારના વિક્ષેપના અભાવે ઉત્પાદનમાં શૂન્ય નુકસાનની ખાતરી રહે છે.

બીઈએસએસની રેન્જ 5KWથી શરૂ થાય છે અને રહેણાક, વ્યાવસાયિક અને ઔદ્યોગિક જરૂરિયાતોને પહોંચી વળી શકે ત્યાં સુધીની હોય છે. બીઈએસએસએસ પાવર બૅક-અપ પણ પૂરો પાડે છે, જે વીજ કપાતને કારણે ઉદ્યોગોને થતાં આવકના નુકસાનને ઘટાડે છે. તેને ચાર્જ થવામાં આશરે બે કલાક જેટલો સમય લાગે છે અને ઍન્ક્રીપ્ટેડ ડેટા લૉગિંગ સાથે તેના પર વૈકલ્પિક રીતે દૂરથી પણ દેખરેખ-નિયંત્રણ રાખી શકાય છે. આઈઈસી ધોરણો તથા તેની ચોતરફ આઈપી - 54 સંરક્ષણ હોય છે. આ પ્રોડક્ટને સિવિલ કામની જરૂર પડતી નથી અને મહત્તમ કામગીરી અને કાર્યક્ષમતા માટે તેમાં ઈન-હાઉસ સ્માર્ટ ઈએમએસ હોય છે.

અન્ય સમાચાર જે આપના માટે મહત્વના છે

'આશિકી આ ગયી…' સોંગમાં પ્રભાસ અને પૂજા હેગડેની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી

નેટાફિમ ઇન્ડિયાએ પાકની ઉપજ વધારવા ફ્લેક્સિ સ્પ્રિન્કલર કિટ પ્રસ્તુત કરી

Related

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: KhabarPatri

#Hashtags