અમેરિકાની ટેકનોલોજી ફર્મ ક્વાલકોમ સાથે મળીને રિલાયન્સ જિયોએ અમેરિકામાં પોતાની 5G ટેકનોલોજીનું સફળ ટેસ્ટિંગ કર્યું છે. અમેરિકાના સાન ડિયાગોમાં યોજાયેલી એક વર્ચુઅલ ઈવેન્ટમાં આ જાહેરાત કરવામાં આવી. રિલાયન્સ જિયોના પ્રેસિડન્ટ મેથ્યુ ઓમાને ક્વાલકોમ ઈવેન્ટમાં કહ્યું કે, ક્વાલકોમ અને રિલાયન્સની સબ્સિડિયરી રેડિસિસ સાથે મળીને અમે 5G ટેકનિક પર કામ કરી રહ્યા છીએ, જેથી ભારતમાં તેને જલદી લોન્ચ કરવામાં આવી શકે. આવનારા દિવસોમાં ભારતમાં ૧જીબીપીએસની સ્પીડ યૂઝર્સને મળશે.
લગભગ ૩ મહિના પહેલા જ ૧૫ જુલાઈએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની એજીએમમાં રિલાયન્સ જિયોના માલિક મુકેશ અંબાણીએ 5G ટેકનોલોજી શોધવાની જાહેરાત કરી હતી.
આ વર્ષે જુલાઈમાં ક્વાલકોમ વેન્ચરના ઈન્વેસ્ટમેન્ટ યુનિટ ક્વાલકોમ ઈન્કે જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણની જાહેરાત કરી હતી. ક્વાલકોમે જિયો પ્લેટફોર્મ્સમાં ૦.૧૫ ટકા ભાગીદારી માટે ૭૩૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ક્વાલકોમ સાથે મળીને જિયો 5G વિઝન પર કામ કરશે અને ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં સહકાર આપશે. ક્વાલકોમ ટેકનોલોજી દુનિયાની અગ્રણી વાયરલેસ ટેકનોલોજી ઈનોવેટર છે અને 5G ટેકનિક પર કામ કરે છે.
Related
