Tuesday, 22 Sep, 5.58 pm KhabarPatri

હોમ પેજ
લોકોને પ્રોત્સાહિત કરવા ઓપ્પોનું એમએસ ધોની સાથે નવું #BeTheInfinite કેમ્પેઇન

Specifications OPPO Reno4 Pro Galactic Blue Edition
Dimensions 160.2mmx73.2mmx7.7mm
Weight 161g
Display 6.5″ 20:9 92.01% Single Punch-hole Display 90 Hz refresh rate + up to 180 Hz touch sampling rate FHD+: 2400×1080; PPI: 402
Platform Qualcomm Snapdragon 720G SoC
RAM 8GB
Storage 128GB
Flash Charging 4000mAh 65W SuperVOOC 2.0
Fingerprint Sensor Hidden Fingerprint Unlock 4.0
Rear Camera 48MP Main Camera, IMX586, 1/2″, F/1.7 8MP Ultra-Wide Angle Camera, 1/4″, F/2.2 2MP Macro Camera, 1/5″, F/2.4 2MP Mono Camera, 1/5″, F/2.4
Front Camera 32MP Selfie Camera, IMX616, 1/2.74″, F/2.4
Network GSM, WCDMA, LTE-TD, LTE FDD
ColorOS ColorOS 7.2
Colors Galactic Blue

વૈશ્વિક સ્તરે અગ્રણી સ્માર્ટ ડિવાઇસ બ્રાન્ડ ઓપ્પોએ તેના નવા રચનાત્મક અને પ્રેરક કેમ્પેઇન #BeTheInfinite માટે જાણીતા ક્રિકેટર એમએસ ધોનીને સામેલ કર્યાં છે. પોતાના જુસ્સા અને અનંત સંભાવનાઓ શોધતા લોકોને ઓપ્પો અને એમએસ ધોની સાથે મળીને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે તે જોવા પ્રેરણાદાયી માઇક્રોફિલ્મ જોવા ટ્યુન કરો. ગ્રાહકોના અભિગમમાં અભુતપૂર્વ બદલાવ આવી રહ્યો છે તથા આ કેમ્પેઇન દ્વારા ઓપ્પો આશાની ભાવના પ્રગટાવવા અને લોકોને પ્રેરિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. રેનો4 પ્રો ગેલેક્ટિક બ્લુ એડિશન ઓપ્પોના યુઝર્સની સાથે-સાથે દેશભરમાં ચાહકોને અદ્ભુત અનુભવ પ્રદાન કરવા માગે છે, જેઓ એવો ફોન ઇચ્છે છે, જે #BeTheInfiniteના જુસ્સા સાથે સુસંગત હોય. આ માસ્ટરપીસની કિંમત રૂ. 34,990 છે અને તે 24 સપ્ટેમ્બર, 2020થી ફ્લિપકાર્ટ ઉપર ઉપલબ્ધ બનશે.

ભુતપૂર્વ ક્રિકેટ કેપ્ટન એમએસ ધોની સાથે ઓપ્પોનું નવું #BeTheInfinite કેમ્પેઇન દર્શાવશે કે કેવી રીતે સમર્પણ, સખત મહેનત, નિર્ધાર અને પ્રેરણા સાથે કોઇપણ વ્યક્તિ તેમના જુસ્સાથી લક્ષ્‍યને હાંસલ કરી શકે છે. અદ્ભુત, ઝડપી પર્ફોર્મર, સમર્પણ, વિશ્વસનીયતા અને પરિણામલક્ષી જેવી સમાન વિશેષતાઓ સાથે ઓપ્પો અને એમએસ ધોની શ્રેષ્ઠતા દર્શાવે છે. એમએસ ધોનીની માફક ઓપ્પો ઇનોવેશનમાં અગ્રેસર રહ્યું છે અને સ્માર્ટફોન ઉદ્યોગમાં તકનીકી સફળતા પ્રદાન કરી રહ્યું છે.

આ સહયોગ વિશે વિચારો વ્યક્ત કરતાં એમએસ ધોનીએ જણાવ્યું હતું કે, 'હું આ પ્રોજેક્ટનો હિસ્સો બનતા અત્યંત ઉત્સાહિત છું, જેનો ઉદ્દેશ્ય લોકોનો પોતાની હદો વિસ્તારવા અને જુસ્સાને અનુસરવા માટે પ્રેરણા આપવાનો છે. ઓપ્પો સાથે સહયોગ કરવો એ આનંદની વાત છે કારણકે તેઓ ટેક્નોલોજી અને ઇનોવેશનમાં તેમની હદોને વિસ્તારવામાં અગ્રેસર રહ્યાં છે.'

રેનો4 પ્રો ગેલેક્ટિક બ્લુ એડિશન સાચા અર્થમાં માસ્ટરપીસ છે. આ સ્માર્ટફોન નવી રેનો ગ્લો ડિઝાઇન સાથે ગેલેક્ટિક બ્લુ કલરમાં આવે છે, જે મેટ ફિનિશ સાથે સુક્ષ્‍મ ડાયમંડ્સ અને પ્રીમિયમ વાઇબ્રન્ટ લૂક પ્રદાન કરે છે. આ ફોનની જાડાઇ માત્ર 7.7 એમએમ છે અને તેનું વજન માત્ર 161 ગ્રામ છે, જે સાથે તે ભારતમાં સૌથી ઓછું વજન ધરાવતો પ્રીમિયમ સ્માર્ટફોન છે. વધુમાં તેનું 6.5 ઇંચ સુપર એમોલેડ ડિસ્પ્લે અદ્ભુત વ્યૂઇંગ અનુભવ ઓફર કરે છે. તેની પાતળી અને ઓછા વજન ધરાવતી ડિઝાઇન ગ્રાહકોને કોઇપણ સમયે હાથમાં પકડી રાખવા માટે અનુકૂળ છે તેમજ ફોન ઉપર આઇપીએલ મેચ જોવા માટેનો ઉત્તમ સાથી બને છે.

એમએસ ધોનીની માફક - વિકેટ્સ વચ્ચેના ઝડપી રનર, ઓપ્પો રેનો પ્રો ગેલેક્ટિક બ્લુ એડિશન પણ સુપર-ખાસ્ટ 65ડબલ્યુ સુપર વીઓઓસી 2.0 ચાર્જિંગ ક્ષમતા ધરાવે છે, જે ભારતમાં સૌથી ઝડપી ચાર્જિંગ ટેક્નોલોજીથી અને માત્ર 36 મીનીટમાં ફોન સંપૂર્ણપણે ચાર્જ થઇ જાય છે.

તાજેતરમાં લોન્ચ કરાયેલા ઓપ્પો રેનો4 પ્રો ગેલેક્ટિક બ્લુ એડિશન સાથે ઓપ્પોએ પ્રીમિયમ સ્માર્ટફોન કેટેગરીમાં ઉંચા ધોરણો સ્થાપિત કર્યાં છે. એકંદરે આ ફોનનો બેજોડ દેખાવ અને કામગીરી સાથે તે કંઇક નવું ઇચ્છતા ગ્રાહકોનો ઉત્તમ સાથી છે, જેઓ વિશેષ હાંસલ કરવાનો જુસ્સો ધરાવે છે. ઓપ્પો રેનો4 ગેલેક્ટિક બ્લુ એડિશન #BeTheInfinite સાથે કસ્ટમાઇઝ્ડ બોક્સમાં આવે છે.

24 સપ્ટેમ્બરના રોજ #BeTheInfinite માઇક્રોફિલ્મની રિલિઝ સાથે લાગણીસભર રાઇડ માટે તૈયાર થઇ જાઓ. તે ધોનીના જીવનને સુંદર રીતે રજૂ કરે છે અને પોતાના સપના અને સફળતા માટે ધોનીને અનુસરતા સંખ્યાબંધ લોકો સાથે એકદમ સુસંગત છે. વ્યક્તિનો જુસ્સો વિશ્વને બદલી શકે છે અને તેથી જ જુસ્સાને હંમેશા જીવંત રાખો.

ઓફર્સ

ઓપ્પો રેનો4 પ્રો ગેલેક્ટિક બ્લુ એડિશન 24 સપ્ટેમ્બર, 2020થી ફ્લિપકાર્ટ ઉપર રૂ. 34,990ની કિંમતે ઉપલબ્ધ બનશે. આ ઉપકરણ આકર્ષક ઓફર્સ સાથે ઉપલબ્ધ બનશે, જેમકે 9 મહિના સુધી નો-કોસ્ટ ઇએમઆઇ, 70 ટકા સુધી એશ્યોર્ડ બાયબેક અને 7 મહિના સુધીની એક્સટેન્ડેડ વોરંટી. વધુમાં એસબીઆઇ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ ઉપર રૂ. 2,500 સુધીનું 10 ટકા ઇન્સ્ટન્ટ ફ્લેટ ડિસ્કાઉન્ટ છે. આ ઉપરાંત પ્રથમ 500 લકી ગ્રાહકો તેમના ડિવાઇસની ખરીદી સાથે વિશેષ ગિફ્ટ બોક્સ પણ મેળવશે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: KhabarPatri
Top