KhabarPatri

62k Followers

મોલકોમ ઇન્ડિયા અમદાવાદ સવલતમાંથી પ્રથમ શિપમેન્ટ સાથે નિકાસ માટે મૂલ્ય અને ગુણવત્તામાં વધારો કરવા ધારે છે

21 Oct 2021.11:22 AM

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ પીએમ મિત્રાના તાજેતરના પગલાંને અનુસરતા હેડ ટો પર્સનલ પ્રોટેક્શન ઇક્વીપમેન્ટની અનેક મોટી ઉત્પાદકોમાંની એક એવી મોલકોમ ઇન્ડિયા લિમીટેડની પેટાકંપની મોલકોમ સેફ્ટીએ તેની અમદાવાદ ખાતે નવી સ્થાપવામાં આવેલી સવલમાંથી નેધરલેન્ડઝમાં સૌપ્રથમ મોટુ કન્ટેનર શિપમેન્ટ મોકલાવની જાહેરાત કરી છે.

ભારતમાં પ્રથમ પીપીઇ ઉત્પાદક મોલકોમ, વ્યાવસાયિક સ્થળે તમામ પ્રકારના શારીરિક જોખમ સામે ઔદ્યોગિક કામદારને રક્ષણ આપતી સમગ્ર પીપીઇ રેન્જનું ઉત્પાદન કરે છે જે ચાઇનીઝ ઉત્પાદકોનો વિકલ્પ શોધવાના વૈશ્વિક પ્રવાહને પગલે મોટા નિકાસ ઓર્ડરો મેળવવાની આશા સેવે છે. કંપની ઓરિજીનલ ઇક્વીપમેન્ટ મેન્યુફેક્ટરર (ઓઇએમ) વેન્ડર તરીકેની સેવા વિશ્વને પૂરી પાડે છે જેમા યુરોપ, યુએસએ, દિક્ષણ અમેરિકા અને ઓશનીયા જેવા સ્થળોએ ગ્રાહકો આવેલા છે અને તેની કુલ નિકાસમાંથી આશરે 63% જેટલી નિકાસ મોલકોમનું ખાનગી લેબલ ધરાવે છે.

ભારત સરકાર વૈશ્વિક ધોરણોને સંતોષવા માટે ઉત્પાદન સવલતોને પુનઃસજીવન કરવા માટે દરેક પ્રયત્નો કરી રહી છે જેમાં પીએમ મિત્રા (પ્રધાનમંત્રી મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સ્ટાઇલ રિજ્યન એન્ડ એપારેલ), પીએલઆઇ (પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ) આ હેતુ તરફેના થોડા નામ છે. મોલકોમ 2008 સુધી 100 ટકા નિકાસલક્ષી કંપની હતી તે ભારતીય ઉત્પાદનને ટકાઉ ગુણવત્તા સાથે વૈશ્વિક બજારમાં સ્થિત કરવાની જરૂરિયાત પર ભાર મુકે છે અને તેથી કંપની તેની અમદાવાદ ખાતેની સવલતમાથી યુરોપિયન માર્કેટને સંતોષવા માટે આગળ વધી રહી છે. ફાયરફાઇટીંગ સ્યુટ્સ, સાધારણ વર્ક વેર અને કેમિકલ રેસિસ્ટન્ટની યુરોપના માર્કેટમાં મોટી માગ ઉદભવશે તેવું વિચારતા, મોલકોમ આ પ્રોડક્ટ્સને તેના સૌથી ઊંચા સેલીંગ પોઇન્ટ પર રાખશે. કંપનીએ તાજેતરમાં જ ગુજરાતમાં અમદાવાદમાં સ્ટ્રીમ સવલતને ખરીદી છે.

આ પ્રગતિ વિશે બોલતા મોલકોમ ઇન્ડિયા લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજય કુમારે જણાવ્યું હતુ કે, 'વિશ્વ ફક્ત ઉત્પાદન કરવામાં આવે તેવું ઇચ્છતુ નથી પરંતુ વૈશ્વિક બજારનું સ્વપ્ન પણ જુએ છે. જેમ અમે અમારી કુલ 68% વિદેશી આવકમાંથી 65% યુરોપમાથી કમાઇએ છીએ ત્યારે તે અમારા અત્યંત નોંધપાત્ર માર્કેટ છે. કેન્દ્રિય કેબિનેટની પીમ મિત્રા સ્કીમ અંગેની મંજૂરી સમગ્ર ટેક્સ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની રહેવામાં મદદ કરશે, મોટુ રોકાણ આકર્ષશે, રોજગારી સર્જન અને નિકાસને આગળ ધપાવશે. મોલકોમ ખાતે અમે નવીનતા અને ટેકનોલોજીના અમલીકરણ સાથે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ પૂરી પાડવા માટે સતત સંઘર્ષ કરીએ છીએ અને અમારી પ્રોડકટ્સ અમારી નિકાસ બજારોની સુરક્ષા ચિંતાને યોગ્ય રીતે સંતોષશે તેવી આશા ધરાવીએ છીએ.'

મોલકોમ ઇન્ડિયા લિમીટેડ ભારતમાં 12 ઉત્પાદન સવલતો ધરાવે છે જે કોલકાતા, હરિદ્વાર અને અમદાવાદમાં આવેલી છે. કંપની ઔદ્યોગિક સુરક્ષા ગિયર જેમ કે ગ્લોવ્ઝ, હેલ્મેટ, સ્યુટસ, શૂ તેમજ મેડીકલ ગિયર જેમ કે માસ્ક્સ અને ડીસ્પોઝેબલ રક્ષણાત્મક કવર્સ એમ બન્ને ઔદ્યોગિક સુરક્ષા ગિયરમાં ભારતમાં તેમજ વિદેશમાં પ્રવેશ પૂરો પાડીને રાષ્ટ્રને વધુ સુરક્ષિત બનાવવાની આશા સેવે છે.

Related

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: KhabarPatri

#Hashtags