Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રક્ષાબંધન પર્વની આનંદ અને ઉત્સાહભેર ઉજવણી

નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રક્ષાબંધન પર્વની આનંદ અને ઉત્સાહભેર ઉજવણી

KhabarPatri 2 days ago

મદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધન પર્વની આનંદ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન શાળાની બાળાઓએ પરંપરાગત રીતે ભાઈઓની આરતી ઉતારી, કંકુ-તિલક કર્યું અને તેમના કાંડા પર રાખડી બાંધી હતી. બાળાઓએ ભાઈઓના દીર્ઘ આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ માટે મંગલકામનાઓ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ભાઈઓએ પણ બહેનોની હંમેશા રક્ષા કરવાનું વચન આપી સ્નેહપૂર્વક ભેટ આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાનું વાતાવરણ પ્રેમ, સ્નેહ અને ભાઈ-બહેનના અતૂટ સંબંધની ભાવનાથી છલકાઈ ઉઠ્યું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KhabarPatri