KhabarPatri

63k Followers

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)એ આગામી ત્રણ વર્ષ માટે સમગ્ર ભારતમાં તેના દેશવ્યાપી એન્ટરપ્રાઈઝ વાઈડ એરિયા નેટવર્કના સંચાલન માટે એબિક્સકેશની પસંદગી કરી

28 Jun 2021.5:34 PM

ઓન-ડીમાન્ડ સોફ્ટવેર અને ઈ-કોમર્સ સર્વિસથી લઈને ઈન્સ્યોરન્સ, ફાઈનાન્સિયલ, હેલ્થકેર અને ઈ-લર્નિંગ ઈન્ડસ્ટ્રીઝની અગ્રણી આંતરરાષ્ટ્રીય સપ્લાયર એબિક્સ ઈન્ક. (નાસ્ડેક : EBIX)ની પેટા કંપની એબિક્સકેશ પ્રાઈવેટ લિમિટેડે આજે જાહેરાત કરી હતી કે, ભારતની બીજી સૌથી મોટી સરકારી માલિકીની બેન્ક - પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)એ 1લી જુલાઈ 2021થી શરૂ થતાં આગામી ત્રણ વર્ષ માટે સમગ્ર ભારતમાં તેના એન્ટરપ્રાઈઝ વાઈડ એરિયા નેટવર્ક (ઈડબલ્યુએએન)ના ડિઝાઈનિંગ, નિરિક્ષણ અને સંચાલન માટે તેના નેટવર્ક ઈન્ટેગ્રેટર (એનઆઈ) તરીકે એબિક્સકેશની પસંદગી કરી છે. આ કરારમાં સમગ્ર દેશમાં પીએનબીના બધા જ મુખ્યાલયો, 24 ઝોનલ ઓફિસ, 161 સર્કલ ઓફિસ અને 16,250 શાખાઓમાં ઈડબલ્યુએન અને ડેટા સેન્ટર અને ડીઝાસ્ટર રિકવરી સાઈટ્સ (ડીઆરએસ)ના સંચાલન અને નિરિક્ષણ માટે 1000થી વધુ સમર્પિત એબ્કિસકેશના કર્મચારીઓની નિમણૂક કરવાનો સમાવેશ થાય છે.

સમગ્ર દેશમાં 18 કરોડથી વધુ ગ્રાહકો સાથે પીએનબી વૈશ્વિક સ્તરે વિસ્તરણ ધરાવતી અને ભારતમાં સરકારી માલિકીની બીજા ક્રમની અગ્રણી બેન્કિંગ સંસ્થા છે. ઓરીએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા તેમજ નવ પ્રાદેશિક ગ્રામીણ બેન્કો સાથે તેના જોડાણને પગલે પીએનબી અગ્રણી નાણાકીય સંસ્થા તરીકે ઊભરી આવી છે.

પીએનબી ટેક્નોલોજીને ઝડપથી અપનાવનારી બેન્કોમાંની એક છે અને ટેક્નોલોજી આધારિત, ગ્રાહકલક્ષી ઉત્પાદનો તથા સેવાઓ પૂરી પાડવામાં માર્કેટ લીડર છે. બેન્કની બધી જ શાખાઓની કામગીરી તેની સેન્ટ્રલાઈઝ્ડ કોર બેન્કિંગ સોલ્યુશન (સીબીએસ) મારફત ચાલે છે. સીબીએસ બધી જ સાખાઓ, એટીએમ અને એસઓએલ (સર્વિસ આઉટલેટ્સ)ને આવરી લે છે, જે દેશવ્યાપી ઈડબલ્યુએએન મારફત ડેટા સેન્ટર અને ડીઆરએસ સાથે સંકળાયેલા છે.

એબિક્સના ચેરમેન, પ્રેસિડેન્ટ અને સીઈઓ રોબિન રૈનાએ જણાવ્યું હતું કે, 'એબિક્સકેશ માટે દેશમાં સૌથી મોટી બેન્કોમાંની એક દ્વારા પસંદ કરવી, તેમની નેટવર્કિંગ જરૂરિયાતોને પૂરી પાડવી તે ખૂબ જ નોંધપાત્ર અને અત્યંત પ્રતિષ્ઠિત વિજય છે. પીએનબી ટેક્નોલોજી આધારિત બેન્ક છે, જેણે હંમેશા ટેક્નોલોજીના ઉપયોગની દૃષ્ટીએ અન્ય નાણાકીય સંસ્થાઓ કરતાં વધુ રસ દાખવ્યો છે. અમે આ બાબતને ટોપ-લાઈન જનરેશન અને સંબંધિત બાબતમાં નિપુણતા દર્શાવવા જેવી બંને દૃષ્ટિએ આ બાબતને અમારા આરસીએસ આઈટી કન્સલ્ટિંગ ડિવિઝન માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે જોઈએ છીએ. ઉપરાંત આ કરાર બેક-એન્ડ ટેક્નોલોજી સોલ્યુશન્સ તેમજ ફ્રન્ટ એન્ડમાં ડિસ્ટ્રિબ્યુશન, એક્સચેન્જ અને કન્સલ્ટિંગ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ પોઝિશન મેળવવા સાથે ભારતની એકમાત્ર એન્ડ-ટુ-એન્ડ નાણાકીય સેવા આપતી કંપની તરીકે એબ્કિસકેશની સ્થિતિને વધુ મજબૂત કરે છે.'

Related

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: KhabarPatri

#Hashtags