Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

રોટરી ક્લબ આદર્શ અમદાવાદ દ્વારા વર્ષ 2026-27 માટેની ઇન્સ્ટોલેશન સેરેમનીનું ભવ્ય આયોજન

KhabarPatri 2 weeks ago

મદાવાદ: રોટરી ક્લબ આદર્શ અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટેની ઇન્સ્ટોલેશન સેરેમનીનું ભવ્ય આયોજન હોટલ ગ્રાન્ડ એલિગન્સ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૫૫ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન નૈમિશ રવાણીના હસ્તે નવા કાર્યકાળ માટે રોટેરિયન સુભોજિત સેનને પ્રેસિડેન્ટ, રોટેરિયન રૂપેશ શાહને સેક્રેટરી તેમજ રોટેરિયન નૃપેશ શાહને ખજાનચી તરીકે સત્તાવાર રીતે પદગ્રહણ કરાવવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ક્લબના ૧૭ બોર્ડ મેમ્બર્સનું પણ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૫૫ના ઝોન-૨ની આસિસ્ટન્ટ ગવર્નર રોટેરિયન રિયા આસુદાનીના માર્ગદર્શન હેઠળ ૬ નવા રોટેરિયન સભ્યોની ઇન્ડક્શન સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ક્લબના ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ રોટેરિયન રચના દવે દ્વારા આભારવિધિ રજૂ કરવામાં આવી હતી, જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ક્લબ દ્વારા હાથ ધરાયેલી વિવિધ સેવા પ્રવૃત્તિઓનો અહેવાલ રોટેરિયન સુભોજિત સેન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ અને કુશળ સંચાલન રોટેરિયન હેતલ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ઇન્સ્ટોલેશન સેરેમનીમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર્સ, વિવિધ ઝોનના આસિસ્ટન્ટ ગવર્નર્સ, અન્ય રોટરી ક્લબોના પ્રેસિડેન્ટ્સ, ક્લબના સભ્યો તેમજ સ્પાઉસ મેમ્બર્સની ઉત્સાહભરી ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ભવ્ય અને યાદગાર બનાવ્યો હતો.

નવા કાર્યકાળ દરમિયાન રોટરી ક્લબ આદર્શ અમદાવાદ દ્વારા ઓક્સિજન પાર્કના વિકાસ, ટ્રાફિક સિગ્નલ્સ સંબંધિત જનજાગૃતિ અને સુવિધાઓ, વિવિધ રોગો સામે લડત, શિક્ષણ ક્ષેત્રે સહયોગ તેમજ સમાજના આર્થિક ઉત્થાન જેવા અનેક સમાજલક્ષી પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. રોટરી ઇન્ટરનેશનલના 'Create Lasting Impact' અને ડિસ્ટ્રિક્ટ ૩૦૫૫ના 'Nirman'ના ધ્યેયોને સાકાર કરવા માટે ક્લબના તમામ સભ્યો સમાજમાં દીર્ઘકાલીન અને હકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ રહેશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KhabarPatri