Dailyhunt
સગી બહેન પર વારંવાર દુષ્કર્મ કરનારની ધરપકડ

સગી બહેન પર વારંવાર દુષ્કર્મ કરનારની ધરપકડ

KhabarPatri 5 years ago

રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર રહેતી ૪૫ વર્ષની મહિલાએ સગા ભાઈ વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે, આરોપીએ અગાઉ તેના નાનાભાઈની પત્ની પર પણ બળાત્કાર કર્યો હતો અને કેસમાં તે ત્રણ વર્ષ જેલમાં પણ ગયો હતો.

હવસખોર ભાઈની વાસનાનો ભોગ બનેલી બહેને પોલીસ સમક્ષ પોતાની આપવીતી વર્ણવતાની સાથે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેણીના ૨૫ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન ૧૬ વર્ષ પૂર્વે પતિનું મૃત્યુ નિપજતા ભાઈ ભરત બહેનને લઈ ગયો હતો. તેણી માતા પિતા સહિતના પરિવાર સાથે રહેતી હતી.

તે દરમિયાન ભરતે બહેન પાસે શરીર સંબંધની માંગણી કરી બળજબરીથી શરીર સબંધ બાંધ્યો હતો. તેણી માવતરમાં દોઢ વર્ષ રોકાણી તે દરમિયાન ભરતે ૧૦ થી ૧૫ વખત હવસનો શિકાર બનાવી હતી.

ફરિયાદી મહિલાના જણાવ્યા પ્રમાણે, બાદમાં તેણીનું દિયર સાથે દિયર વટુ વાળવામાં આવ્યું હતું. હવસખોર ભરતે ત્યાર બાદ પણ તેણીના ઘરે જઈ દુષ્કર્મ આચરતો હતો. તેણીએ કોથળીનું ઓપરેશન કરાવ્યાના ૩ માસ બાદ ભરત તેણીના ઘરે ગયો હતો અને જબરજસ્તી કરી દુષ્કર્મ કર્યું હતું. સગા ભાઈની વાસનાનો ભોગ બનેલી બહેને અંતે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો નોંધી હવસખોર ભરતને ઝડપી લઇ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

ત્રણેક વર્ષ પૂર્વે ભરત ધોળકીયાએ સગા નાના ભાઇની પત્ની ઉપર પણ બળાત્કાર કર્યો હતો. જે અંગે પોલીસ દફતરે ફરીયાદ નોંધાતા ભરતની અટકાયત કરી જેલ હવાલે કરાયો હતો. જેલમાંથી છુટયા બાદ વાસનાના ભુખ્યા ભરતે સગી બહેનનો પીછો છોડયો ન હતો. અને હવસનો શિકાર બનાવતો હતો. અંતે ભરત વિરૂધ્ધ બહેને ફરીયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. (નામ બદલ્યા છે.)

બીજા બનાવમાં શહેરના માયાણીનગર પાસેના એક વિસ્તારમાં રહેતા મેહુલ ડુંગર સોલંકી નામના શખ્સ વિરુદ્ધ યુવતીએ માલવીયનગર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે.

તેણીએ ફરિયાદમાં જણાવ્યું હતું.કે તેની આજથી આશરે અઢી વર્ષ પહેલાં સગીર વયની હતી. ત્યારે આરોપી મેહુલ સોલંકીની બહેન સાથે મિત્રતા હોવાથી તેની બહેનપણીના ઘરે અવારનવાર જતી હતી. તે દરમિયાન તેણીને બહેનપણીના ભાઈ મેહુલ સોલંકી સાથે આંખ મળી જતા આરોપીએ તેણીને લગ્નની લાલચ આપી અવાર નવાર ઘરે બોલાવી બળાત્કાર આચરતો હતો. બાદમાં આરોપી પરિણીત અને બે સંતાનનો પિતા હોવાની ભોગ બનનારને જાણ થતાં તેણીએ સબંધ રાખવાની ના પાડતા આરોપી મેહુલ સોલંકીએ તેણીના લગ્ન નહિ થવા દેવા અને તેણીના અશ્લીલ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવતીએ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KhabarPatri