Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સિંધુ ભવન ખાતે 'ઓરા સ્ટુડિયો'નું ગ્રાન્ડ લોન્ચિંગ, ક્રિએટિવિટી અને કોમ્યુનિટી માટે બન્યું આધુનિક પ્લેટફોર્મ

સિંધુ ભવન ખાતે 'ઓરા સ્ટુડિયો'નું ગ્રાન્ડ લોન્ચિંગ, ક્રિએટિવિટી અને કોમ્યુનિટી માટે બન્યું આધુનિક પ્લેટફોર્મ

KhabarPatri 2 weeks ago

મદાવાદ: શહેરના સિંધુ ભવન ખાતે આવેલા અનહત લૉન ખાતે આજે 'ઓરા સ્ટુડિયો'નું ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સર્જનાત્મકતા, વિચારોના આદાન-પ્રદાન અને વિવિધ ક્ષેત્રના લોકો માટે એકસાથે મળીને કામ કરવા માટે આ અત્યાધુનિક સ્ટુડિયો તૈયાર કરવામાં આવ્યો છે.

કોઈપણ પ્રકારની ક્રિએટિવ અથવા કન્ટેન્ટ આધારિત પ્રવૃત્તિ માટે સારા સ્ટુડિયોની મહત્વની ભૂમિકા હોય છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને ઓરા સ્ટુડિયોને એવી સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં લોકો પોતાની ક્રિએટિવિટી અને બિઝનેસ આઇડિયાઝ પર સાથે મળીને કામ કરી શકે.

આ સ્ટુડિયો ખાસ કરીને બાળકોના જીવન કૌશલ્ય વિકાસ કાર્યક્રમો માટે પણ ઉપયોગી બનશે. સાથે જ શહેરના યુવાનો, વડીલો તેમજ વિવિધ સમુદાયના લોકો અહીં એકત્ર થઈને વિવિધ વિષયો પર ચર્ચા કરી શકશે અને પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરી શકશે.

ઓરા સ્ટુડિયોમાં વિવિધ પ્રકારની ઇવેન્ટ્સ, ચર્ચાઓ, ક્રિએટિવ સેશન અને કોમ્યુનિટી કાર્યક્રમોનું આયોજન કરી શકાય તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સ્ટુડિયો લોકોને એક જગ્યાએ ભેગા થઈને નવા વિચારો રજૂ કરવા, ચર્ચા કરવા અને સર્જનાત્મક પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક આપશે.

શહેરના સિંધુ ભવન જેવા મહત્વપૂર્ણ વિસ્તારમાં શરૂ થયેલો આ આધુનિક સ્ટુડિયો આગામી સમયમાં બાળકો, યુવાનો અને વિવિધ સમુદાયો માટે ક્રિએટિવિટી તથા વિચારોના આદાન-પ્રદાનનું નવું કેન્દ્ર બની શકે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KhabarPatri