પીએમ કિસાન સન્માન નિધિ યોજના નાં લાભાર્થીઓ માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નાં લાભાર્થી પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા તેનું સ્ટેટ્સ ઓનલાઇન ચકાસી શકશે. આ માટે લાભાર્થી પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અને વધુ માહિતી માટે pmkisan.gov.in પર લોગીન થઈ જાણકારી મેળવી શકશે.14 મે નાં રોજ સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
(5) ત્યાર બાદ એક પેજ ખુલશે જ્યાં બેન્ફિટ સ્ટેટ્સ માં તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર અથવા બેંક ખાતા નંબર એન્ટર કરવો પડશે.(6) નંબર એન્ટર કર્યા બાદ સબમિટ નાં ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ ઇન્સ્ટોલમેન્ટ નુ સ્ટેટ્સ તમે તપાસી શકશો, એટલે કે કેટલા હપ્તા તમારા ખાતામાં જમા થયા છે તે જાણી શકશો.સરકારે આ નિર્ણય ખેડૂતોનાં હિત માટે લીધો છે. જેથી હપ્તાની જાણકારી મેળવવા માટે ખેડૂત મિત્રોને સરકારી દફતરે ધક્કા ન ખાવા પડે.ક્યાં ખેડૂતોને સહાય મળે છે?પીએમ સન્માન નિધિ યોજના અંતર્ગત 2 હેકટર સુધીની સંયુક્ત જમીન ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોને પીએમ સન્માન નિધિ યોજનાના 8 હપ્તા મળી ચૂક્યા છે. આ યોજનાને કારણે ખેડૂતોને બે-બે હજાર રૂપિયા ત્રણ હપ્તામાં સરકાર તરફથી આર્થિક સહાય મળે છે.

