*પીએમશ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર 93 ના વિદ્યાર્થીઓએ હેરિટેજ સ્થળોની મુલાકાત લીધી*
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત પીએમશ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર 93 ના ધોરણ છ થી આઠના તમામ વિદ્યાર્થીઓએ હેરિટેજ વિક અંતર્ગત રાજકોટના હેરિટેજ સ્થળો એવા લેંગ લાઇબ્રેરી, વોટસન મ્યુઝિયમ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ તથા કરણસિંહજી શાળાની મુલાકાત લીધી. આ હેરિટેજ સ્થળોની મુલાકાત દરમિયાન માન.ડેપ્યુટી કલેક્ટર મેડમશ્રીએ પીએમશ્રી વિનોબા ભાવે શાળા નંબર 93 ના વિદ્યાર્થીઓ સાથે હેરિટેજ પ્રવાસ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે મુલાકાત લીધી. આ દરમિયાન વિદ્યાર્થીઓને સાથે પ્રશ્નોત્તરી કરી તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.

હેરિટેજ સ્થળોનો શૈક્ષણિક પ્રવાસ
રાજકોટમાં આવેલ કબાગાંધીનો ડેલો, લેંગ લાઈબ્રેરી, વોટસન મ્યુઝિયમ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ...એવા તમામ ઐતિહાસિક હેરિટેજ ધરોહર સ્થળોની બાળકોને મુલાકાત કરાવી તેનું મહત્વ સમજાવી અને જીવનઉપયોગી રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપી.સંસ્કૃતિ અને વારસાના જતનને પ્રોત્સાહન આપવા માટે હેરિટેજ સ્થળોનો શૈક્ષણિક પ્રવાસ કરી હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવેલ. માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ પીએમશ્રી શાળાના વિદ્યાર્થીઓ માટે હેરિટેજ સ્થળોની મુલાકાત કરાવવામાં આવી. શાળાનાં આચાર્ય તથા તમામ શિક્ષકો હાજર રહ્યા હતા. ડેપ્યુટી કલેક્ટર મેડમ દ્વારા પીએમ શ્રી શાળાને હેરિટેજ ના પુસ્તકોની ભેટ આપવામાં આવી. પીએમસી શાળા નંબર 93 ના આચાર્ય વનિતાબેન રાઠોડ દ્વારા ડેપ્યુટી કલેકટર મેડમનો આભાર માનવામાં આવ્યો.