Friday, 23 Oct, 5.25 pm કચ્છ ઉદય

ગુજરાત
ગાંધીધામમાંથી વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

ગાંધીધામ : શહેરના ખોડિયાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી વરલી મટકાના આંક ફરકનો જુગાર રમાડતા શખ્સને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો.પોલીસ દફતરે પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીધામ એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીને આધારે ખોડિયારનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને જાહેરમાં વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતો શખ્સ પીન્ટુ ચંપાલાલ રેગર (ઉ.વ.ર૬) વાળો ઝડપાયો હતો. આરોપી પાસેથી આંકડા લખેલી ચીઠ્ઠીઓ અને રોકડા રૂા.૧૮૦ કબ્જે કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Kutch Uday Gujarati
Top