રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડનું પરીક્ષાનું પરિણામ મોડુ આવવાની શક્યતા
ધોરણ - ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મેના બીજા સપ્તાહમાં આવવાની સંભાવના
ગાંધીનગર , શિક્ષણ બોર્ડ દ્વારા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ઉત્તરવહીઓ મોકલી દેવામાં આવી છે . જેમાં ઘણા કેન્દ્રો પર ઘણી ઉત્તરવહીઓની ચકાસણી પણ કરી દેવામાં આવી હતી . ધોરણ ૧૦ અને ૧૨ કોમર્સની ઉત્તરવહિની ચકાસણી કરવાની શરૂઆત થતાં જ થોડા સમયમાં લોકડાઉનની પરિસ્થિતિ આવી હતી .
હવે ૧૪ એપ્રિલ પછી પણ જો લોકડાઉન લંબાવવામાં આવશે તો ઉત્તરવહિની ચકાસણીમાં પણ વિલંબ થશે અને લાખો ઉત્તરવહીઓ આ સમયગાળા દરમિયાન તપાસ્યા વગરની રહી જશે . હવે સ્થગિતનો નિર્ણય લંબાવવામાં આવે તો મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થવામાં આખો એપ્રિલ અને મે માસના પણ કેટલાક દિવસો જશે . આ સ્થિતિમાં ધો . ૧૦ અને ધો . ૧૨ના પરિણામો સમયસર જાહેર કરી શકાય તેમ ન હોવાથી આ વખતે પરિણામ મોડું થવાની શક્યતા છે .
શિક્ષણ બોર્ડની કચેરીમાં અરજદારોને પૂર્વ મંજુરી વગર રૂબરૂ ન આવવા માટે તાકીદ કરવામાં આવી છે . બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની ડુપ્લિકેટ માર્કશીટ કે માઈગ્રેશન માટે ઓનલાઈન એપ્લિકેશન બનાવેલી છે અને તે ડોક્યુમેન્ટ ટપાલ મારફતે મોકલી આપવામાં આવે છે . આ ઉપરાંત સ્કૂલની મંજુરી માટેની અરજી પણ ઓનલાઈન ભરવાની છે અને તેના ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન જ અપલોડ કરવાના છે . આમ , બોર્ડની કામગીરી મોટાભાગે ઓનલાઈન થઈ ગયેલી હોવાથી સરકારની સૂચના અનુસાર અરજદારોએ કચેરીએ આવવાનું ટાળવું તેવી તાકીદ કરવામાં આવી છે .
Loading...