Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આદિપુર : ડુપ્લિકેટ દારૂ પ્રકરણે વધુ બે આરોપીની અટક

આદિપુર : ડુપ્લિકેટ દારૂ પ્રકરણે વધુ બે આરોપીની અટક

ગાંધીધામ, તા. 28 : આદિપુણરના 4-એ વિસ્તારમાં એક દુકાનમાંથી નકલી દારૂ બનાવવાની ફેકટરી પ્રકરણમાં પોલીસે વધુ બે શખ્સોની ધરપકડ કરી હતી. આ બંને શખ્સોને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. સરહદી બોર્ડર રેન્જની ટીમે આદિપુરમાં ગત તા. 25/8ના છાપો માર્યો હતો. 4-એ વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સ , પ્લોટ નં.

1, દુકાન નં. 46માં કાર્યવાહી કરી અહીંથી હિતેશકુમાર ખીમજી બાંભણિયા તથા રાધાકિશન ડાલચંદ જાટ નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. બંને પાસેથી ખાલી બોટલો, પ્રવાહી, મશીન વગેરે મળીને કુલ રૂા. 7,38,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

બંનેના નવ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા, જેમાં બંનેની પૂછપરછ દરમ્યાન વધુ શખ્સોના નામ સપાટી ઉપર આવતાં પોલીસે જુદી-જુદી ટીમો બનાવી હતી અને રાજસ્થાનના શેરસિંહ દયારામ જાટ તથા કોમલસિંઘ બાબુસિંઘ જાટ નામના શખ્સોને ઝડપી પાડયા હતા. આ બંને શખ્સને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં બંનેના તા. 3/9 સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. આ શખ્સો પૈકી એક શખ્સ અહીં આદિપુર આંટો મારી ગયો હતો તેમજ માલ સપ્લાય પણ આ શખ્સોએ કર્યો હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. હજુ આ પ્રકરણમાં અન્ય માથાંઓ સંડોવાયેલા હોવાની શક્યતા જોવાઇ રહી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra