Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આનંદો... મેમાં મેઘમહેર રહેશે

આનંદો... મેમાં મેઘમહેર રહેશે

વી દિલ્હી, તા. 1 : ભારતીય જનજીવન તાપતાંડવથી ત્રાહિમામ્ થઇ ઊઠયું છે, ત્યારે ઉકળાટ વચ્ચે આશ્વાસનરૂપ આગાહી કરતાં ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે શુક્રવારે કહ્યું હતું કે, મે મહિનામાં આખાં ભારતમાં સામાન્યથી વધુ વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. જો કે, પૂર્વ, પૂર્વોત્તર અને પૂર્વ-મધ્ય ભારતના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થઇ શકે છે.

દેશના મોસમ વિજ્ઞાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું હતું કે, દેશના અનેક ભાગોમાં ન્યૂનતમ તાપમાન સામાન્યથી વધુ રહી શકે છે. હિમાલયનાં તરાઇ ક્ષેત્રના કેટલાક ભાગો અને ગુજરાત, મહારાષ્ટ્રમાં સામાન્ય કરતાં વધુ દિવસ લૂની સંભાવના છે. પહાડો પર કરા અને વરસાદની અસરથી પંજાબમાં શુક્રવારે સવારથી ઠંડી હવાનાં કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી. ઉત્તર - પશ્ચિમ ભારતનાં અનેક ક્ષેત્રોની સાથોસાથ મધ્ય ભારતના કેટલાક ભાગો તેમજ પૂર્વોત્તર ભારતના દક્ષિણી ભાગોમાં તાપમાન સામાન્યથી ઓછું રહેશે. મે મહિના દરમ્યાન સમગ્ર દેશમાં વરસાદનું પ્રમાણ સામાન્યથી વધુ રહેશે, તેવા વર્તારાથી જનજીવનને મોટી રાહત મળશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra