Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આફતમાં અવસર

આફતમાં અવસર

રાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી થાય એવી આશા વધી છે અને જો તે ફળે તો સમગ્ર વિશ્વ શાંતિનો શ્વાસ લઈ શકશે. અલબત્ત, સમજૂતી થાય અને હોર્મુઝ ખાડીનો માર્ગ સલામત મોકળો થાય તો પણ ક્રૂડતેલના ભાવમાં મોટો ઘટાડો થવાની આશા રાખવી વ્યર્થ છે. ભારતને સંબંધ છે ત્યાં સુધી વિપક્ષી નેતા ભયંકર ભાવવધારાની આગાહી કરીને લોકોને ભડકાવવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાને પાંચ દેશોની મુલાકાત લઈને ક્રૂડતેલના પુરવઠાની વ્યવસ્થા કરી છે એટલું જ નહીં ભારતનાં અર્થતંત્રમાં નવું જોશ પૂરવા માટે 40 બિલિયન ડોલરના વિદેશી મૂડીરોકાણની સમજૂતી પણ કરી છે !

વિદેશ પ્રવાસેથી સ્વદેશ પાછા ફરીને વડાપ્રધાને તરત જ પ્રધાનમંડળ ઉપરાંત અધિકારીઓ સાથે અર્થતંત્ર વિષયક ચર્ચા-વિચારણા કરી છે. હંમેશ મુજબ મોદીએ આપત્તિને અવસરમાં પલટી નાખવાનું શરૂ કર્યું છે. આપણી જરૂરિયાત મુજબ ક્રૂડતેલ મેળવવા નવા દેશ શોધ્યા છે. હવે વેનેઝુએલાથી પણ ખરીદી કરી શકાશે અને આ માટે અમેરિકાએ આપમેળે ભારતની તરફેણ કરી છે.

યુએઈ સાથેના આપણા કરાર સૌથી વધુ લાભકારક છે. આપણી જરૂરિયાતના પુરવઠા અને અનામત ભંડાર - સ્ટોરેજની સમજૂતી થઈ છે, તે ઉપરાંત ભારતમાં મૂડીરોકાણ થશે અને ક્રૂડની કિંમત ડોલરમાં ચૂકવવાની જરૂર નથી. ભારતથી ગૃહ વપરાશની તમામ ચીજો - માલસામાનની આયાત થશે. આ ઉપરાંત ભારત યુએઈનાં તમામ બંદરોનાં સંરક્ષણની પણ જવાબદારી લેનાર છે.

પાકિસ્તાને સાઉદીને આવાં સંરક્ષણની ખાતરી આપવા કરાર કર્યા છે. અન્ય દેશોમાં નેધરલેન્ડ, સ્વિડન, નોર્વે અને ઇટલીમાં પણ મોદી-મોદીનું નામ ગાજ્યું છે. ઇટલીનાં વડાપ્રધાનને ભારતીય ચોકલેટ ભેટ આપીને મોદીએ ડિપ્લોમસીની નવી સિદ્ધિ મેળવી છે, પણ તેનાથી ખુશ થવાને બદલે વિપક્ષી નેતાના પેટમાં ચૂંક ઊપડી છે તે કમનસીબી છે. હોર્મુઝ કટોકટીનાં સંકટમાં ભારત માટે રાહતરૂપ યાત્રા અને પગલાંનું ગૌરવ સૌને હોવું જોઈએ.

ભારતના અભિપ્રાય અને અવાજનું વજન સર્વત્ર વર્તાઇ રહ્યું છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ નવી દિલ્હી માટે પ્રસ્થાન કરતાં પહેલાં એલાન કર્યું હતું કે, અમેરિકા ભારતની તેલ જરૂરિયાત પૂરી કરવા તૈયાર છે અને જોઇએ તેટલું તેલ પૂરું પાડવામાં આવશે. મોદી સરકાર તેલ ડિપ્લોમસીમાં ફૂંકી ફૂંકીને આગળ વધવામાં માને છે. આપણી છાપ બિનજોડાણવાદી રાષ્ટ્રની છે.

આખી દુનિયા સાથે સારા સંબંધો રાખવામાં ભારત માને છે. વડાપ્રધાન મોદીનો ગર્ભિત સંદેશ સ્પષ્ટ છે. વપરાશમાં સંયમ અને કરકસર રાખી હશે તો મુશ્કેલ દિવસો આસાનીથી પસાર થઇ જશે. દેશ માટે આટલું કરવાની સૌની ફરજ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra