Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આર.ઈ. પાર્કમાં વીજપોલ પર કામ દરમ્યાન વીજશોકથી પટકાતા શ્રમિકનું મોત

આર.ઈ. પાર્કમાં વીજપોલ પર કામ દરમ્યાન વીજશોકથી પટકાતા શ્રમિકનું મોત

ભુજ, તા. 3 : ખાવડા બાજુના આર.ઈ.પાર્કમાં મૂળ પશ્ચિમ બંગાળનો 27 વર્ષીય શ્રમિક મોહમદ સોલેમાન અબ્દુલ મનન ગઈકાલે વીજપોલનું રિપેરીંગ કામ કરી રહ્યો હતો ત્યારે વીજ શોક લાગતા તે ઉપરથી પડી ગયો હતો. માથામાં ગંભીર ઈજાના પગલે તેનું મોઝત નીપજ્યું હતું. મુળ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના એક ગામમાં રહેતો શ્રમિક મોહમદ મનન ગઈકાલે સાંજે આર.ઈ.

પાર્કમાંની જ્યોતિ કંપનીના પાછળના ભાગે વીજપોલનું રિપેરીંગ કામ કરી રહ્યો હતો ત્યારે અન્ય બે આજુબાજુની વીજ લાઈન ચાલુ હોવાથી તેને વીજ કરંટ લાગતા તે થાંભલા પરથી નીચે પટકાયો હતો આથી તેને માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખાવડાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ખાવડા પોલીસ મથકે વિગતો જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra