Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભાગવત આજે ન્યૂયોર્કમાં શું બોલશે ?

ભાગવત આજે ન્યૂયોર્કમાં શું બોલશે ?

વી દિલ્હી, તા. 28 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્‍યમાં `ગ્લોબલ આઉટરીચ પ્રોગ્રામ'નું ન્યૂયોર્કમાં મેડિસન સ્કવાયર ગાડર્નમાં આવતીકાલે શનિવારે એક કાર્યક્રમ રખાયો છે. આ કાર્યક્રમ માટે સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અમેરિકાના પ્રવાસે ગયા છે. વૈશ્વિક સોહાર્દ અને સાર્વભૌમિક એકતાના ઉત્સવની થીમ પર યોજાનારા આ કાર્યક્રમમાં લગભગ પ 000 લોકો ભાગ લેવાના છે.

સંઘવડાની હાજરીને લઈને ભારતથી લઈને અમેરિકી રાજકારણ ગરમાયું છે. વિશ્વની નજર આ કાર્યક્રમમાં મોહન ભાગવત શું ઉદ્બોધન કરશે તેના પર મંડાયેલી છે. જૂના અખાડાના મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગિરિ સહિત દુનિયાની ગણમાન્ય વ્યક્તિઓએ આ આયોજનને સમર્થન આપ્યું છે, જ્યારે અખિલેશ યાદવે ભાગવતની આ વિદેશયાત્રા અંગે વિરોધાભાસી પ્રશ્નો કર્યા છે. બીજી બાજુ ન્યૂયોર્કના મેયર મમદાનીએ પણ વિરોધ વ્યક્ત કર્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra