Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભુજ સ્વામિનારાયણ મંદિરમાં એક માસ ચાલેલા હિંડોળા ઉત્સવનું સમાપન

ભુજ સ્વામિનારાયણ મંદિરમાં એક માસ ચાલેલા હિંડોળા ઉત્સવનું સમાપન

ભુજ, તા. 30 : ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા ઉત્સવ સમાપન સાથે નેપાળ જળસંકટમાં દેવલોક પામેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક માસથી ચાલી રહેલા હિંડોળાનો રવિવારે અંતિમ દિવસ હોઈ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચ્યા હતા. આ મહિના દરમિયાન અંદાજિત 2 લાખ 40 હજારની આસપાસ દેશ-વિદેશના લોકોએ આ કલાત્મક હિંડોળા દર્શનનો લાભ લીધો હતો.

હિંડોળા ઉત્સવની પૂર્વ સંધ્યાએ નેપાળ જળસંકટમાં દેવલોક પામેલા મનુષ્ય જીવાત્માને શ્રદ્ધાસુમન ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, વરિષ્ઠ સંતો જગતપાવનદાસજી, મુક્તજીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત આદિ સંતો, ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યા હતા. હિંડોળાની શરૂઆત આમ તો તા. 31/7ના થઈ હતી. એક મહિનો ચાલેલા આ હિંડોળા ઉત્સવ સમાપન આરતી ભુજ મંદિરના મહંત સ્વામી તથા વરિષ્ઠ સંતોના હસ્તે કરવામાં આવી હતી. એક મહિનો ચાલેલા આ હિંડોળા ઉત્સવને સફળ બનાવવા ભુજ મંદિરના સંતો, બહેનોના મંદિરના મહંત શામબાઈ ફઈ સાથે સમગ્ર સાંખ્યયોગી બહેનો, મહિલા અને યુવતી મંડળ, સાથે કચ્છ નરનારાયણ દેવ યુવક મંડળના સભ્યોએ સેવા આપી હતી, જ્યારે આ ઉત્સવમાં સમગ્ર રીતે સહયોગ અને માર્ગદર્શન મંદિરના મહંત સ્વામી સાથે ઉપમહંત સ્વામી ભગવતજીવનદાસજી, સ્વામી મુકુંદજીવનદાસજી, સ્વામી જગતપાવનદાસજી, સ્વામી વિશ્વપ્રકાશદાસજી, કોઠારી પાર્ષદ, કોઠારી, વહીવટી કાર્યવાહક સંત દેવપ્રકાશદાસજી, પાર્ષદ ખીમજી ભગત, કોઠારી સ્વામી નારાયણમુનિદાસજી, કોઠારી સ્વામી દેવવિહારીદાસજી, પૂજારી મંડળના સંતોમાં દર્શનપ્રકાશદાસજી આદિ સંતો સહયોગી રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra