Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભુજમાં પાસપોર્ટ કેન્દ્રની મદદે આવી પાસપોર્ટ સેવા વેન

ભુજમાં પાસપોર્ટ કેન્દ્રની મદદે આવી પાસપોર્ટ સેવા વેન

ભુજ, તા. 5 : કચ્છમાં એનઆરઆઇની મોટી સંખ્યા છે. આથી પરિજનો તેમજ વિદેશમાં નોકરી તથા કામ ધંધાર્થે જવા માગતા કચ્છના લોકોમાં પાસપોર્ટની માંગ સતત રહે છે. આ ઉપરાંત હાલ વિદેશ ફરવાનો ટ્રેન્ડ વધ્યો હોવાથી પણ પાસપોર્ટ વાંચ્છુકોની સંખ્યામાં વધારો થયો છે. આથી ભુજ ખાતેનાં પાસપોર્ટ કેન્દ્રમાં ખાસ પાસપોર્ટ સેવા વેન આવી પહોંચી છે, જેથી કામમાં ઝડપ આવશે.

આ અંગે સંબંધિતો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ભુજની પોસ્ટઓફિસ પાસે કાર્યરત પાસપોર્ટ કેન્દ્રમાં નવા પાસપોર્ટ અને રિન્યૂ પાસપોર્ટ અંગે દરરોજ 88 જેટલી ફાઇલ ઉપર કામ થઇ શકે છે. પાસપોર્ટનાં કામ અંગે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની હોય છે. હાલમાં બે માસ બાદની એપોઇન્ટમેન્ટ મળે છે. આમ અહીં નવા પાસપોર્ટ, રિન્યૂ પાસપોર્ટ તથા ફેરફાર અંગેની વધુ માત્રામાં ફાઇલ હોવાથી આમ થતું હોવાનું સંબંધિતોએ જણાવ્યું હતું. પાસપોર્ટની વડી કચેરીએ આવી મુશ્કેલી નિવારવા જ્યાં-જ્યાં જરૂર હોય ત્યાં પાસપોર્ટ સંબંધિત તમામ ઈક્વિપમેન્ટ સાથેની પાસપોર્ટ સેવા વેન મોકલવાનો નિર્ણય લીધો છે.આના પગલે ભુજના પાસપોર્ટ કેન્દ્રમાં આવી પાસપોર્ટ સેવા વેન આવી પહોંચી છે અને કામગીરી શરૂ કરી દેતાં ફાઇલોના નિકાલમાં ઝડપ આવશે. આથી પાસપોર્ટ વાંચ્છુકોને હવે પાસપોર્ટ માટે વધુ રાહ નહીં જોવી પડે તેવી આશા સેવાઇ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra