Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
હાજીપીર પાસે પશુઓની ક્રૂર હેરાફેરીમાં બે ઝડપાયા

હાજીપીર પાસે પશુઓની ક્રૂર હેરાફેરીમાં બે ઝડપાયા

ભુજ, તા. 5 : સરહદી વિસ્તારમાં ગેરકાયદેસર પશુ હેરાફેરી પર અંકુશ લાવવાના પ્રયાસોના ભાગરૂપે હાજીપીર પોલીસે સત્યેશ ચાર રસ્તા નજીક હાથ ધરેલી વાહન તલાસીમાં બે વાહનમાંથી કુલ 11 નાના પાડાને ઘાસચારા અને પાણીની પૂરતી વ્યવસ્થા વિના, ખીચોખીચ અને ક્રૂરતાપૂર્વક ભરેલી હાલતમાં શોધી કાઢયા હતા. પોલીસે બંને વાહન સહિત અંદાજિત રૂા. 4.55 લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપી સામે કાર્યવાહી કરી હતી.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, જિલ્લા પોલીસ અધીક્ષક વિકાસ સુંડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ આ કામગીરી પાર પાડવામાં આવી હતી, જેમાં હાજીપીર પોલીસે આરોપી જણસ ઉમેદઅલી મુતવા (રહે. ધોરડો, તા. ભુજ) તથા અલીમામદ અબ્દુલ ભટ્ટી (રહે. નારાયણ સરોવર, તા.

લખપત) સામે પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના કાયદાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આરોપીઓ દ્વારા મહિન્દ્રા પીક-અપ નં. જીજે-12-બીઝેડ-8201 તથા ટાટા છોટા હાથી જીજે-12-બીડબલ્યુ-0932માં પશુઓને જરૂરી પરવાનગી વિના તેમજ ઘાસચારા અને પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા વગર ક્રૂરતાપૂર્વક પશુઓની હેરાફેરી કરવામાં આવી રહી હતી. હાજીપીર પોલીસ મથકના પી.આઇ.

વી.ડી. ગોહિલ, પી.એસ.આઇ. કિશોરાસિંહ જાડેજા, એ.એસ.આઈ. નરેન્દ્રાસિંહ પરમાર, દિનેશ ચૌધરી, કિરણ નાયી, વિજયભાઈ, શંભાસિંહ, છત્રાસિંહ જોડાયા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra