Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કપ્તાન રિયાન પરાગ અનફિટ, પણ એલિમિનેટર મેચ રમશે

કપ્તાન રિયાન પરાગ અનફિટ, પણ એલિમિનેટર મેચ રમશે

મુંબઈ, તા.2પ: પોઇન્ટ ટેબલ પર ચોથા સ્થાને રહી પ્લેઓફ રાઉન્ડમાં પહોંચ્યા બાદ રાજસ્થાન રોયલ્સના યુવા કપ્તાન રિયાન પરાગે ખુલાસો કર્યો કે તે પૂરી રીતે ફિટ ન હતો. આમ છતાં મુંબઈ સામેની આખરી લીગ મેચમાં ઉતર્યો હતો. મેચ અગાઉ મેં ઈલેવનમાં ન રહેવાનું નક્કી કરી લીધું હતું, પણ અંતે મેદાનમાં ઉતર્યો. નિર્ણાયક મેચમાં પરાગ 8 દડામાં 14 રન જ કરી શકયો હતો.

જો કે તેની ટીમ 20પ રન સુધી પહોંચી હતી અને 30 રને જીત મેળવી હતી. મેચ બાદ રિયાન પરાગે કહ્યું હું થોડો અનફિટ છું, પણ હૈદરાબાદ સામેની એલિમિનેટર મેચ માટે મેદાનમાં ઉતરીશ. અમે ઉપરાઉપરી ત્રણ મેચ હાર્યાં હતા. આ પછી સતત બે મેચ જીતી કવોલીફાય થયા છીએ. અસલમાં અમારે પહેલાથી જ સીટ બૂક કરી લેવાની જરૂર હતી. ખેલાડીઓ ભુલોમાંથી જ શિખશે. તેમ રાજસ્થાનના કપ્તાન રિયાન પરાગે કહ્યું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra