Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મિરજાપરના જંગલમાં ધાર્મિક સ્થળના નામે થયેલા દબાણ પર બુલડોઝર ફર્યું

મિરજાપરના જંગલમાં ધાર્મિક સ્થળના નામે થયેલા દબાણ પર બુલડોઝર ફર્યું

ભુજ, તા.19 : ભુજ તાલુકાના મિરજાપરમાં અનામત જંગલમાં ધાર્મિક સ્થળના નામે દબાણ કરી બાંધકામ ચણી દેવાયું હતું, જેના પર વન વિભાગે બુલડોઝર ફેરવી 15 કરોડની કિંમતી જમીન દબાણમુક્ત કરાવી હતી. વન વિભાગના ભુજ પશ્ચિમ રેન્જ હેઠળના ભુજ તાલુકાના મિરજાપરના અનામત જંગલ વિસ્તારમાં ધાર્મિક સ્થળની જગ્યાના ઓઠા હેઠળ દબાણ કરાયું હતું. કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડો.ધીરજ મિત્તલ , નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કર , મદદનીશ વન સંરક્ષક જે.બી.

જોષી તેમજ વન વિભાગના એ.બી. સરવૈયા, વી.સી. મોદી વગેરેએ પોલીસ બંદોબસ્ત સાથે હઝરત મિશ્કીનશા વલીની દરગાહ અને હઝરત મામુસાઈ દરગાહના નામે કરાયેલા પાકા બાંધકામો તેમજ તેની આજુબાજુ કરાયેલા દબાણો દૂર કરાયા હતા. વન વિભાગે અંદાજે 15 કરોડની કિંમતી 3 હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી હતી અને જમીનનો ભૌતિક કબ્જો મેળવ્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra