Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોટાં યુપીઆઈ ચૂકવણાં પર ફી વસૂલવા તૈયારી

મોટાં યુપીઆઈ ચૂકવણાં પર ફી વસૂલવા તૈયારી

વી દિલ્હી, તા. 5 : સરકારે સંસદમાં નવું પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ (સંશોધન) વિધેયક-2027 રજૂ કર્યું છે. આ બિલ અંતર્ગત 2000 રૂપિયાથી વધુના વ્યવસાયિક પેમેન્ટ પર 0.25 ટકાથી 0.4 ટકા ચાર્જ લાગુ થઈ શકે છે, જે ફક્ત વેપારીઓ પર જ લાગશે. સામાન્ય ગ્રાહકો કે રૂા. 2000થી ઓછી લેવડ-દેવડ કરનારાઓ પર કોઈ બોજ નહીં આવે. રાજિંદી ખરીદી અને ઓટો-ટેક્સી ભાડાને આમાંથી મુક્તિ મળશે.

સરકાર દ્વારા સંસદમાં નવું પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ (સંશોધન) વિધેયક-2027 રજૂ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ પાછો ખેંચવાની વાત કરવામાં આવી છે. આ બિલ મુજબ 2000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર ચાર્જ લાગુ થઈ શકે છે. પરંતુ તે સામાન્ય ગ્રાહકો પાસેથી લેવામાં આવશે નહીં અને તેનાથી નાગરિકો પર વધારાનો બોજ નહીં પડે. આ નિયમ તમામ સામાન્ય યુઝર્સ માટે નથી, પરંતુ તે માત્ર વ્યવસાય સાથે જોડાયેલો છે. દૂધ, શાકભાજી, કરિયાણા જેવી રાજિંદી ખરીદી તેમજ ઓટો રિક્ષા અને ટેક્સીના ભાડા પર તેની કોઈ પણ અસર નહીં પડે. સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમથી વિપરીત આ ચાર્જ સામાન્ય ગ્રાહકોને બિલકુલ સ્પર્શશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવ મુખ્યત્વે 2000 રૂપિયાથી વધુના વેપારી લેવડ-દેવડ અને મોટા કોમર્શિયલ સંસ્થાનોને ટાર્ગેટ કરે છે. ગ્રાહકથી ગ્રાહક વચ્ચે થતા ટ્રાન્ઝેક્શનને સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. સામાન્ય યુપીઆઇ સીમા એક લાખ રૂપિયા પ્રતિદિન યથાવત રહેશે અને હોસ્પિટલ તથા શિક્ષણ જેવી વિશેષ શ્રેણીઓમાં વધુ મર્યાદા મળી રહેશે. એમડીઆર એ એક એવો શૂલ્ક છે જે વ્યવસાયો ડિજિટલ લેવડ-દેવડ કરવા માટે બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ચૂકવે છે. આ શૂલ્ક માત્ર વેપારીઓ પર જ લાગુ થશે.

આ પ્રસ્તાવિત કાયદો શું છે?

આ સુધારો ચૂકવણી અને સમાધાન પ્રણાલી અધિનિયમ અને કરવેરા તથા અન્ય કાયદા (સુધારા) બિલમાં થયેલા ફેરફારોનો એક ભાગ છે.

1. યુપીઆઈ ફી કેટલી હોઈ શકે?

અહેવાલ મુજબ, વિચારણા હેઠળનો એક પ્રસ્તાવ રૂા. 1.5 કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે રૂા. 2,000થી વધુના યુપીઆઈ વ્યવહારો પર 0.3 ટકાથી 0.5 ટકાના એમડીઆરનો છે.

2. ફી શા માટે પ્રસ્તાવિત કરાઈ છે?

ચૂકવણી કંપનીઓ અને ઉદ્યોગના અધિકારીઓ લાંબા સમયથી દલીલ કરી રહ્યા છે કે,શૂન્ય-ફી યુપીઆઈ મોડેલ ટકાઉ વ્યવસાય બનાવવાનું મુશ્કેલ બનાવે છે. યુપીઆઈ વ્યવહારોની પ્રક્રિયામાંથી તેઓ કમાણી કરતા નથી.

3. યુપીઆઈ ફી કોણ ચૂકવશે?

ડિજિટલ ચૂકવણી પ્રક્રિયા કરવા વેપારીઓ દ્વારા બેંકો અને ચુકવણી સેવા પ્રદાતાઓને એમડીઆર ફી ચૂકવવામાં આવશે.

4. તેનો શું અર્થ થાય છે?

પ્રસ્તાવિત ફેરફારો ફક્ત યુપીઆઈ વેપારીઓ માટે ફીની મંજૂરી આપે છે. જો તમે કરિયાણા ખરીદવા કે કેબસવારી માટે ચૂકવણી કરવા યુપીઆઈનો ઉપયોગ કરો છો, તો તમારે હાલમાં તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra