Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મુંદરામાં અજાણ્યા યુવાનની લાશ મળી

મુંદરામાં અજાણ્યા યુવાનની લાશ મળી

ભુજ, તા. 7 : આજે સવારે મુંદરામાં અંદાજે 20થી 30 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. આ અંગે મુંદરા પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ આજે સવારે 9:30 વાગ્યે રંગોલી ગેટ-મોમાય હોટલ પાસે અંદાજે 20થી 30 વર્ષના યુવાનની લાશ મળી હતી. આ અજાણ્યા યુવાને અડધી બાંયનું બ્લેક ટી-શર્ટ પહેર્યું છે અને હાથ ઉપર `જઈંજઇંઈંછ' ત્રોફાવેલું છે. ઈજાના કોઈ નિશાન નથી.

પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આ અજાણ્યા યુવાનની ઓળખ જાણવા છાનબીન કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra