Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઓલિમ્પિકમાં ભાગીદારી વધારે ભારત : મોદી

ઓલિમ્પિકમાં ભાગીદારી વધારે ભારત : મોદી

વી દિલ્હી, તા. 27 : ઓલિમ્પિકની 20થી વધુ રમતોમાં ભારતે ભાગ નથી લીધો. આ રમત સ્પર્ધામાં ભાગીદારી વધારવી પડશે. 2036ની ઓલિમ્પિક માટે અત્યારથી ખેલાડીઓ તૈયાર કરો, તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ દેશભરમાં 1500થી વધુ સ્થળો પર યુવાનો અને ખેલાડીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરતાં આવી સલાહ આપી હતી. ` ખેલો ઈન્ડિયા ' સંવાદને સંબોધતાં મોદીએ કહ્યું હતું કે, યુવાનોને ક્રીન કરતાં વધુ મેદાન પર લાવવાની જરૂર છે.

દેશના દરેક જિલ્લામાં રમત ક્ષેત્રની પ્રતિભાઓ છે. લાંબો દરિયાકિનારો હોવા છતાં ભારત સર્ફિંગમાં હજુ પાછળ છે, તેવું વડાપ્રધાને ખેલાડીઓને જણાવ્યું હતું. મોદીએ કહ્યું હતું કે, ભારતના ખેલાડીઓએ હવે નવી રમતોમાં પણ આગળ વધવું પડશે. ખેલો ઈન્ડિયા સંવાદમાં યુવાનો રમત, શાસન તેમજ વિકસિત ભારત પર સૂચન આપી શકશે.

સ્વસ્થ સમાજ અને મજબૂત પરિવાર માટે સ્પોર્ટસમેન સ્પિરિટ એટલે કે, ખેલદિલીની ભાવના જરૂરી છે, તેવું વડાપ્રધાન બોલ્યા હતા. કાર્યક્રમમાં ભારતીય ઓલિમ્પિક સંઘનાં અધ્યક્ષ પી. ટી. ઉષા, ઉપરાંત મનિકા બત્રા, દીપાકર માકર, સાઇના નેહવાલ, ગગન નારંગ, મેરિકોમ, ભાઇચુંગ ભૂટિયા, પુલેલા ગોપીચંદ, મીરાંબાઇ ચાનુ સહિત પ્રતિભા જોડાઇ હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra