Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પ્રજ્ઞાનાનંદની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ

પ્રજ્ઞાનાનંદની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ

વી દિલ્હી, તા.28: ભારતીય યુવા ચેસ સ્ટાર આર. પ્રજ્ઞાનાનંદે વધુ એક ઐતિહાસિક ઉપલબ્ધિ હાંસલ કરી છે. 20 વર્ષીય ભારતીય ગ્રાંડમાસ્ટર પ્રજ્ઞાનાનંદે અમેરિકામાં રમાયેલ ગ્રૈંડ ચેસ ટૂર ફાઇનલ્સ-2016નો ખિતાબ જીતી ઈતિહાસ રચ્યો છે. તે આ ખિતાબ જીતનારો ભારતનો પહેલો શતરંજ ખેલાડી બન્યો છે. ફાઇનલ મુકાબલામાં આર. પ્રજ્ઞાનાનંદનો અમેરિકાના દિગ્ગજ ખેલાડી ફેબિયાનો કારૂઆના વિરુદ્ધ 1 પ- 13 પોઇન્ટથી રોમાંચક વિજય થયો હતો.

વિજેતા પ્રજ્ઞાનાનંદને પ્રાઇઝ મનીના રૂપમાં બે લાખ અમેરિકી ડોલર એટલે કે 1.9 કરોડ રૂપિયા મળ્યા હતા. આર. પ્રજ્ઞાનાનંદે લગભગ એક મહિના પહેલા સેંટ લૂઇસ રેપિડ એન્ડ બ્લિટઝ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો જ્યારે સિનકફીલ્ડ કપમાં રનર્સઅપ રહ્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra