Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણીમાં સુભાદીપ ઘોષ ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ

શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણીમાં સુભાદીપ ઘોષ ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ

મુંબઈ, તા. 3 : શ્રીલંકા વિરુદ્ધની બે ટેસ્ટની શ્રેણીની ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ તરીકે બીસીસીઆઇએ સુભાદીપ ઘોષની નિયુક્તિ કરી છે. તેણે ટી. દિલીપની જગ્યા લીધી છે. સુભાદીપ ઘોષ આ પહેલા આસામ ટીમના કોચ રહી ચૂક્યા છે. આ ઉપરાંત 2023માં બે વર્ષ સુધી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફમાં સામેલ હતા. ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘોષે આસામ અને રેલવે ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે.

તેઓ પ્રથમ શ્રેણીના 17 અને લિસ્ટ એ ક્રિકેટના 17 મેચ રમ્યા છે. બીસીસીઆઇએ હાલ ફક્ત શ્રીલંકા પ્રવાસ પૂરતી જ સુભાદીપ ઘોષની ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્તિ કરી છે. ટી. દિલીપે ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ ફિલ્ડિંગ કોચની જવાબદારી છોડી હતી. તેનો કરાર સમાપ્ત થયો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra