Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વીરાયતન નજીક 2.46 કરોડનાં વિકાસકામોનાં લોકાર્પણ

વીરાયતન નજીક 2.46 કરોડનાં વિકાસકામોનાં લોકાર્પણ

કોડાય (તા. માંડવી), તા. 30 : તાલુકાના વાડીવિસ્તારના માર્ગોનાં નિર્માણ માટે ધારાસભ્યે તત્પરતા દર્શાવી વીરાયતન નજીક વિવિધ રૂા. 2.46 કરોડના વિકાસકામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં હતાં. વીરાયતન નજીક તલવાણાને જોડતા વાડીવિસ્તારના માર્ગ નિર્માણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંઢરાઈ ચોકી બસ સ્ટેશનથી વાડીવિસ્તારને જોડતા માર્ગનું લોકાર્પણ સાથે વેકરા ગ્રામ પંચાયતને ગાર્બેજ કલેક્શન માટે ટ્રેક્ટર-ટ્રોલીનું લોકાર્પણ પણ કરાયું હતું.

ધારાસભ્ય શ્રી દવેએ આગામી સમયમાં પણ તબક્કાવાર વાડીવિસ્તારને જોડતા માર્ગોનું નિર્માણ કરી ખેડૂતોને કેમ વધુ સવલતો આપી શકાય તે દિશામાં અવિરત વિકાસકાર્યો ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું. તાલુકા ભાજપના પ્રમુખ સામતભાઈ ગઢવી, તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન છાભૈયા, તા.પં.ના કારોબારી ચેરમેન બળુભા જાડેજા, તા. ભાજપ મહામંત્રી લક્ષ્‍મીશંકર જોશી, ટીડીઓ મયૂરકાંત પરમાર, જિ.પં.ના પ્રતિનિધિ વિનોદ જબુવાણી, વીરાયતનના અનિલભાઈ જૈન, પ્રદેશ ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ રાણશીભાઈ ગઢવી, ભરતભાઈ પટેલ, હમીરભાઈ સંજોટ, તલવાણાના સરપંચ કનુભા જાડેજા સહિતનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે હરાસિંહ જાડેજા, હરિઓમ અબોટી, જયેન્દ્રાસિંહ જાડેજા, શૈલેન્દ્રાસિંહ જાડેજા, મણિલાલ અમૃતિયા, જીવરાજ ગઢવી, ફતુભા રાઠોડ, લાલજીભાઈ મહેશ્વરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રોકતવિધિ જવાહર મારાજે કરી હતી. સંચાલન અમુલભાઇ દેઢિયાએ અને આભારવિધિ વિક્રમાસિંહ જાડેજાએ કર્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: KutchMitra