Mahiti no Khjano

7.5k Followers

PM કિસાન સન્માન નિધિ યોજનામાં 5 મોટા બદલાવ, ઓગસ્ટ મહિનામાં ખેડૂતોના ખાતામાં આવશે આટલા હજાર રૂપિયા

23 Jul 2020.11:16 AM

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અમલ થયો ત્યારથી, તેમાં પાંચ મોટા ફેરફારો થયા છે. જો તમે તેમના વિશે જાણી લેશો તો તમને ફાયદો થશે. જો તેમે આ માહિતીને અપડેટ રાખશો તો તમને વાર્ષિક 6000 રૂપિયા મેળવવા માટે મદદ મળશે. યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 10 કરોડ 10 લાખ ખેડૂતો રજીસ્ટર્ડ થઇ ચુક્યા છે. 2000 રૂપિયાનો છઠ્ઠા હપ્તો 1 ઓગસ્ટથી આ તમામ ખેડૂત ભાઈઓના બેંક ખાતામાં આવવાનું શરૂ થશે.

ચાલો આપણે જાણીએ પીએમ કિસાન યોજનાના ફેરફારો અને ફાયદા .

કિસાન ક્રેડિટ કાર્ડ .

  .

પીએમ કિસાન યોજનામાં કિસાન ક્રેડિટ કાર્ડ (KCC-કિસાન ક્રેડિટ કાર્ડ) પણ ઉમેરવામાં આવ્યું છે.

આવું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી કેસીસી બનાવવાની પ્રક્રિયા ઝડપી બને. મતલબ કે જેને સરકાર 6000 રૂપિયા આપી રહી છે તેના માટે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવુ સરળ બને. હાલમાં લગભગ 7 કરોડ ખેડૂતો પાસે કેસીસી છે, જ્યારે સરકાર વહેલી તકે 2 કરોડ વધુ લોકોને જોડીને 4 ટકાના દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવા માંગે છે

પીએમ કિસાન માનધન યોજના

જો કોઈ ખેડૂત પીએમ-કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યો છે તો તેણે પીએમ કિસાન માનધન યોજના માટે કોઈ દસ્તાવેજો આપવાના રહેશે નહીં. કારણ કે આવા ખેડૂતના સંપૂર્ણ દસ્તાવેજ ભારત સરકાર પાસે છે. આ યોજના અંતર્ગત, પીએમ-કિસાન યોજનામાંથી મળેલા લાભોમાંથી ખેડૂત સીધો ફાળો આપવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. આ રીતે, તેણે ખિસ્સામાંથી સીધા પૈસા ખર્ચવા પડશે નહીં. તેનું પ્રીમિયમ 6000 રૂપિયાથી કાપવામાં આવશે.

ખેડુતોને સેલ્ફ રજીસ્ટ્રેશનની સુવિધા

 

મોદી સરકારે તેના લાભાર્થીઓની સંખ્યા વધારવા માટે સેલ્ફ રજીસ્ટ્રેશન(સ્વ-નોંધણી)ની રીત અપનાવી છે. જ્યારે અગાઉ નોંધણી એકાઉન્ટન્ટ, મહેસૂલ વિભાગનો અધિકારી, અને કૃષિ અધિકારી દ્વારા થતી હતી. હવે જો ખેડૂત પાસે રેવન્યુ રેકોર્ડ, આધારકાર્ડ, મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર હોય તો તે ખેડૂત કોર્નર (pmkisan.nic.in) પર જઈને પોતાને નોંધણી કરાવી શકે છે.

સ્ટેટસ જાતે જ ચેક કરવાની સુવિધા:

નોંધણી પછી, તમારી અરજી સ્વીકારી છે કે નહીં, તમારા ખાતામાં કેટલી હપતા રકમ આવી છે તે જાણવા કોઈ પણ ઓફિસની મુલાકાત લેવાની જરૂર નથી. હવે કોઈપણ ખેડૂત પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લઈને પોતાનો આધાર, મોબાઇલ અને બેંક ખાતા નંબર નાંખીને સ્ટેટસની માહિતી મેળવી શકે છે.

આધારકાર્ડ ફરજિયાત

 

આ યોજનાનો લાભ લેવા સરકાર શરૂઆતથી જ આધારકાર્ડ માંગી રહી હતી. પરંતુ તેના વિશે વધારે દબાણ નહોતું. બાદમાં તેને ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. આ યોજનામાં ખેડુતોને આધાર કાર્ડ આપવાની છૂટ 30 નવેમ્બર 2019 પછી વધારી ન હતી. આ માત્ર એટલા માટે કરવામાં આવ્યું હતું કે માત્ર પાત્ર ખેડુતોને જ લાભ મળે.

5000 લોકોને રોજગારી મળશે : દેશના 25,000 ખેડૂતોને લાભ કરશે મોદી સરકારની આ નવી યોજના

આ રીતે કરો પીએમ-કિસાન યોજનામાં આધાર સીડિંગ

જે બેન્કનો એકાઉન્ટ નંબર તમે પીએમ કિસાન યોજનામાં આપેલો છે તમારે તે બેંકમાં જવું પડશે. ત્યાં આધારકાર્ડની ફોટો કોપી તમારી સાથે લઈ જાઓ. બેંક કર્મચારીઓને એકાઉન્ટને તેમના આધાર સાથે લિંક કરવા કહો. આધાર કાર્ડની ફોટો કોપીમાં તેને નીચે એક જગ્યાએ સાઇન કરો.

લગભગ તમામ બેંકોમાં ઓનલાઇન આધાર સીડિંગ સુવિધા પણ ઉપલબ્ધ છે. જ્યાંથી તમે તમારા આધારને લિંક કરી શકો છો. લિંક કરતી વખતે, કાળજીપૂર્વક 12 અંકનો આધાર નંબર લખો અને સબમિટ કરો. જ્યારે તમારો આધાર તમારા બેંક નંબર સાથે લિંક થઇ જશે ત્યારે તેનો મેસેજ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. પરંતુ આ માટે તમારી પાસે નેટ બેન્કિંગની સુવિધા હોવી જોઈએ.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Mahiti no Khjano

#Hashtags