Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આધાર કાર્ડમાં નામ, સરનામું કે જન્મતારીખ બદલાવવા માટે

આધાર કાર્ડમાં નામ, સરનામું કે જન્મતારીખ બદલાવવા માટે

Mahiti no Khjano 6 years ago

આધાર કાર્ડની સાથે જોડાયેલી સમસ્યાઓથી છૂટકારો મળી રહે તે માટે UIDAIએ કેટલાક શહેરોમાં આધાર સેવા કેન્દ્ર શરૂ કર્યા છે. આ જગ્યાઓએ જઈને તમે તમારા આધારમાં ચેન્જ કરાવી શકો છો. આ સિવાય તમે નવું આધાર કાર્ડ પણ બનાવડાવી શકો છે. જાણો કઈ રીતે લેશો એપોઈન્ટમેન્ટ.

આધાર સેવા કેન્દ્રની સુવિધાઓનો લાભ લેવા માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ  લેવાની રહેશે.

નવું આધાર કાર્ડ બનાવડાવવા માટે
 નામ અપડેટ કરાવવા માટે
સરનામું અપડેટ કરાવવા માટે
જન્મતારીખ અપડેટ કરાવવા માટે
મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે
ઈ મેલ આઈડી અપડેટ કરાવવા
જેન્ડર અપડેટ કરાવવા
બાયોમેટ્રિક અપડેટ કરાવવા
આ રીતે લઈ શકાય છે એપોઈન્ટમેન્ટ.

જાણી લો તમે કઈ રીતે લઈ શકો છો ઓનલાઈન એપોઈન્ટમેન્ટ.

સૌ પહેલાં તમારે UIDAIની વેબસાઈટ https://uidai.gov.in/ પર જવાનું રહેશે. 
હવે My Aadhaar પર ક્લિક કરો. ત્યાર બાદ Book An Appointment ઓપ્શન પર જાઓ. અહીં સિટી લોકેશન ઓપ્શન મળશે. તેમાં તમે શહેરને પસંદ કરો. ત્યારબાદ Proceed To Book An Appointment પર ક્લિક કરો.

હવે એક નવું પેજ ખુલશે. તેમાં 3 ઓપ્શન મળશે. ન્યૂ આધાર, આધાર અપડેટ અને મેનેજ એપોઈન્ટમેન્ટ. તમે તમારી જરૂરિયાત અનુસાર તેમાંથી એક પસંદ કરો. જો તમે આધાર અપડેટ ઓપઅસનને પસંદ કરો છો અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, કેપ્ચા કોડ અને ઓટીપી એન્ટર કરો છો તો તમારી એપ્લીકેશન વેરિફાઈ થશે. 


ઓટીપી વેરિફિકેશન થયા બાદ તમે અહીં આપવામાં આવેલા ફોર્મમાં પોતાની ડિટેલ્સ ભરો. આ ફોર્મમાં અપોઈન્ટમેન્ટની સાથે જોડાયેલી ડિટેલ્સ પૂછવામાં આવે છે. તેને ઙર્યા બાદ તમારે બુકિંગ એપોઈન્ટમેન્ટનો ટાઈમ સ્લોટ પસંદ કરવાનો રહે છે. 

હવે અંતિમ ચરણમાં પોતાની એપોઈન્ટમેન્ટની ડિટેલ્સ ચેક કરો. જો તમે ચેન્જ ઈચ્છો છો તો પ્રીવિયસ ટેબ પર ક્લિક કરો નહીં તો સબમિટ બટન પર ક્લિક કરો. આ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ બુકિંગ પ્રોસસ ફ્રીમાં યૂઝ કરી શકાય છે. 

વધુ માહિતી માટે અહિયાં ક્લિક કરો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mahiti no Khjano