Gujrat news: રાજ્યમાં ચોમાસું હવે વધુ સક્રિય બનવાની શક્યતા વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે (Ambalal Patel)આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની શક્યતા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આગામી 48 કલાક દરમિયાન સારો વરસાદ થવાની સંભાવના છે. તાજેતરમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો અને હવે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી બની શકે છે, જોકે અતિભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી થઈ શકે છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં આગામી 6 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદી માહોલ યથાવત રહેશે. ત્યારબાદ થોડો વિરામ મળવાની શક્યતા છે, પરંતુ 10થી 12 જુલાઈ દરમિયાન રાજ્યમાં ફરી એક વખત વરસાદનું જોર વધશે અને મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે.
હાલ હવામાન વિભાગ દ્વારા પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી અને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં લોકોને નદી-નાળા, નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા તેમજ સ્થાનિક તંત્ર અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. ખેડૂતોને પણ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને ખેતી સંબંધિત કામગીરી આયોજનબદ્ધ રીતે કરવાની અપીલ કરવામાં આવી છે.
Ambalal Patel, Rain Alert, Heavy Rain, Gujarat Rain, Weather Update, WeatherForecast, Ahmedabad, Gandhinagar, Vadodara #Saurashtra #NorthGujarat #IMD #RainNews #BreakingNews #Gujarat News #MonsoonUpdate #RainPrediction

