Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આજે કેરલ અને તમિલનાડુમાં બેસશે ચોમાસું, દિલ્હી-NCR સહિત 17 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ

આજે કેરલ અને તમિલનાડુમાં બેસશે ચોમાસું, દિલ્હી-NCR સહિત 17 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ

Mantavya News 1 week ago

Monsoon Update 2026: દેશભરમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ચોમાસાની ઋતુ હવે સત્તાવાર રીતે શરૂ થવા જઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની સત્તાવાર આગાહી અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ આજે 4 June 2026 ના રોજ ગમે ત્યારે કેરલ અને તમિલનાડુમાં દસ્તક આપી શકે છે. ચોમાસાના આગમન માટે એકદમ સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ ચૂકી છે, જેની અસરના ભાગરૂપે દેશના 17 રાજ્યોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે ભારે આંધી-વંટોળ અને વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કેરલમાં મુસળધાર વરસાદ સાથે ‘ઑરેન્જ ઍલર્ટ'(Monsoon)

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી 5 થી 7 દિવસમાં કેરલના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

કેરલના કેટલાક અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં 7 થી 20 સેમી જેટલો વરસાદ ખાબકવાની સંભાવના છે.

વરસાદની આ ભયાનક તીવ્રતાને જોતા હવામાન વિભાગે કેરલના અનેક જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ (Orange Alert) જાહેર કરીને સ્થાનિક વહીવટીતંત્રને સજ્જ રહેવા સૂચના આપી છે.

આ વિસ્તારોમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય લૂ અને ગરમીથી આજે મોટી રાહત મળવાના સંકેત છે.

આજે 4 June ના રોજ દિલ્હી-એનસીઆરમાં મહત્તમ તાપમાન 38°C થી 40°C વચ્ચે રહેવાની ધારણા છે, જેના કારણે ગરમીમાં ઘટાડો નોંધાશે.

આકાશ આંશિક રીતે વાદળછાયું રહેશે તેમજ સાંજના અથવા રાત્રિના સમયે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળની આંધી ફૂંકાવાની અને વાવાઝોડા સાથે વરસાદ(Monsoon) પડવાની પૂરેપૂરી શક્યતા છે.

જાણો આગામી 24 કલાકમાં કયા કયા રાજ્યોમાં એલર્ટ?

હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આગામી 24 કલાકમાં દેશના મોટાભાગના હિસ્સાઓમાં હવામાન પલટાશે:

પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાં પ્રિ-મોન્સૂન (Monsoon) વરસાદ ધમાકેદાર એન્ટ્રી કરશે.

રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તીવ્ર ધૂળના તોફાન સાથે કરા પડવાની પણ શક્યતા છે.

કેરલમ, કર્ણાટક તેમજ અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદને પગલે તાપમાનમાં મોટો ઘટાડો થશે. હવામાન વિભાગે માછીમારો અને પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને દરિયા કિનારે કે જોખમી ખીણ વિસ્તારોમાં ન જવાની કડક અપીલ કરી છે.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati