Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમદાવાદ નરોડા GIDCમાં કંપનીમાં ભીષણ આગ

અમદાવાદ નરોડા GIDCમાં કંપનીમાં ભીષણ આગ

Mantavya News 1 week ago

Ahmedabad News : અમદાવાદના નરોડા GIDC ફેઝ-3માં આજે આગ (Fire)ની ઘટના સામે આવી છે. પ્લોટ નંબર 28માં આવેલી વેફર અને બિસ્કિટ બનાવતી કંપની (Wafer Biscuit Company)માં અચાનક આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ (Fire)પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગ ની 6 ગાડીઓ કામગીરીમાં લાગી હતી.

આગના કારણે ઘટનાસ્થળેથી મોટા પ્રમાણમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદના મેયર હિતેશ બારોટ (Hitesh Barot)પણ ઘટનાસ્થળે પહોંચ્યાહતા અને સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી હતી.

હાલ આગ કયા કારણોસર લાગી અને આગના કારણે કેટલું નુકસાન થયું તે અંગેની વિગતો સામે આવવાની બાકી છે. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે પણ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.


મોરબી હાઇવે પર સ્કૂલ બસમાં આગ, 112 ટીમે બાળકોને બચાવ્યા; મોટી દુર્ઘટના ટળી

અમરાવતી હોસ્પિટલના NICUમાં આગ, 3 નવજાત શિશુઓનાં મોત

અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં લેપટોપમાં આગ, 5 મુસાફરો દાઝ્યા; ફ્લાઇટનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati