Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમદાવાદમાં ઔડા આવાસના રહીશોનો AMC કચેરીએ હંગામો, પાણી-લાઈટ અને લિફ્ટની સમસ્યાએ લોકોમાં રોષ

અમદાવાદમાં ઔડા આવાસના રહીશોનો AMC કચેરીએ હંગામો, પાણી-લાઈટ અને લિફ્ટની સમસ્યાએ લોકોમાં રોષ

Mantavya News 2 weeks ago

Ahmedabad News: અમદાવાદમાં ઔડા (AUDA Housing Scheme) આવાસ યોજનાના મકાનોમાં રહેતા લોકો આજે પોતાની મૂળભૂત સમસ્યાઓને લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કચેરી ખાતે મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ વિરોધ પ્રદર્શન કરીને પાણી, લાઈટ અને લિફ્ટ જેવી પાયાની સુવિધાઓના અભાવ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.

AUDA Housing Scheme: ઔડાના મકાનોમાં સુવિધાનો અભાવ

સ્થાનિકોનું કહેવું છે કે, ઔડા આવાસ (AUDA Housing Scheme) યોજનામાં તેમને મકાનો તો ફાળવવામાં આવ્યા છે, પરંતુ રહેવા માટેની જરૂરી સુવિધાઓ હજુ સુધી પૂરતી ઉપલબ્ધ નથી. ઘણા વિસ્તારોમાં નિયમિત પાણી મળતું નથી, લિફ્ટો વારંવાર બંધ પડી જાય છે અને લાઈટની સમસ્યાઓને કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

વિરોધ દરમિયાન લોકો AMC કચેરીના મુખ્ય ગેટ પાસે જ ધરણા પર બેસી ગયા હતા. જેના કારણે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહિલાઓ અને વૃદ્ધોએ ખાસ કરીને પાણીની ગંભીર સમસ્યા અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો.ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીની તીવ્ર અછતને કારણે મહિલાઓએ "પાણી આપો, પાણી આપો" ના નારા લગાવી સમગ્ર કચેરી ગજવી મૂકી હતી. વિરોધ કરી રહેલા રહીશોએ હાથમાં પ્લેકાર્ડ્સ લઈને AMC સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો.

સ્થાનિકોનું કહેવું છે કે તેઓએ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાઓનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેના કારણે કંટાળેલા રહીશોએ આખરે AMC કચેરીનો ઘેરાવો કરવાની ફરજ પડી હતી.રહિશોની માંગ છે કે પાણી, લાઈટ અને લિફ્ટ જેવી પ્રાથમિક સુવિધાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે. તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati