Ahmedabad News : અમદાવાદના દાણીલીમડામાં પોલીસે 200 ગ્રામ ગાંજો (Ganja) ઝડપી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે NDPS Act હેઠળ ગુનો નોંધી ગાંજાનો જથ્થો આપનાર અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.
દાણીલીમડામાં 200 ગ્રામ ગાંજો ઝડપાયો
અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી 200 ગ્રામ ગાંજો (Ganja Seized) મળી આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, દાણીલીમડા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસકર્મચારીઓને બાતમી મળી હતી કે એક વ્યક્તિ બેેરલ માર્કેટ નજીક ખજૂરી રોડ પર આવેલી એલન નગર મસ્જિદ પાસે ખુલ્લી જગ્યામાં ગાંજાનું વેચાણ કરી રહ્યો છે.
બાતમીના આધારે આરોપી ઝડપાયો
મળેલી માહિતીના આધારે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી.જે. સોલંકી અને સર્વેલન્સ સ્કોડની ટીમે સ્થળ પર કાર્યવાહી કરી હતી. પોલીસ ટીમે બાતમીમાં જણાવેલા વ્યક્તિને ઝડપી લીધો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ યુનુસ ઉર્ફે પાઈપ અબ્દુલ રહેમાન રંગરેજ, ઉંમર 49 વર્ષ, રહે. સિટીઝન નગર, ગોસિયા મસ્જિદ પાસે, બેરલ માર્કેટ, દાણીલીમડા, અમદાવાદ તરીકે થઈ છે.
પોલીસે આરોપીના કબજામાંથી પરવાનગી વિના રાખવામાં આવેલ ગાંજા (Ganja)નો જથ્થો મળી આવ્યો હોવાનું જણાવ્યું છે.
રૂ.10 હજારનો મુદ્દામાલ કબજે
પોલીસે આરોપી પાસેથી ગાંજાનો નેટ વજન 200 ગ્રામ જપ્ત કર્યો છે. પોલીસ રેકોર્ડ મુજબ આ મુદ્દામાલની કિંમત આશરે રૂ.10,000 હોવાનું નોંધાયું છે.
આ સમગ્ર કાર્યવાહી દાણીલીમડા પોલીસ (Danilimda Police)સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સી.ટી. દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાની સૂચનાના પગલે આ કામગીરી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
ગાંજો આપનાર શખ્સ વોન્ટેડ
આ કેસમાં પોલીસે માત્ર ગાંજાનો જથ્થો વેચતો હોવાનો આરોપ ધરાવતા યુનુસ ઉર્ફે પાઈપની ધરપકડ કરી નથી, પરંતુ તેને ગાંજાનો જથ્થો આપનાર અન્ય વ્યક્તિનું નામ પણ ફરિયાદમાં નોંધ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ સલમાન ઉર્ફે પતરો, મો. અશરફ સૈયદ, રહે. એ-વન નગર, દાણીલીમડા, અમદાવાદ શહેર, આ કેસમાં વોન્ટેડ છે. તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં NDPS Actની કલમ 8(C), 20(B)(2)(A) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં ગાંજાના નેટવર્કનો પર્દાફાશ! 65.93 ગ્રામ જથ્થા સાથે શખ્સ ઝડપાયો
રખિયાલમાં ગાંજાનો જથ્થો ઝડપાયો: મહિલા સહિત 2 આરોપી ઝડપાયા, ₹59,730નો મુદ્દામાલ જપ્ત
36 કિલો ગાંજા સાથે ઝડપાયેલા દંપતીને કડક સજા! પાલનપુર કોર્ટે ફટકારી 14 વર્ષની કેદ

